વંદે ભારત સહિત ટ્રેન સાથે પશુઓનો અકસ્માત સર્જાતા રેલવે વિભાગ હવે એક્ટિવ, તૈયાર કર્યો આ એક્શન પ્લાન

વંદે ભારત સહિત ટ્રેન સાથે પશુઓનો અકસ્માત સર્જાતા રેલવે વિભાગ હવે એક્ટિવ, તૈયાર કર્યો આ એક્શન પ્લાન

ભારતીય રેલ્વે વિભાગે ટ્રેનમાંથી સતત કપાઈ રહેલા પ્રાણીઓના મોતના મામલામાં મોટો નિર્ણય લીધો છે . હવે ભારતીય રેલ્વે ટ્રેનના પાટા ફરતે ફેન્સીંગનો 'પ્રયોગ' કરવા જઈ રહી છે . આ ફેન્સીંગ એવા સ્થળોએ લગાવવામાં આવશે જ્યાં જાનવર અથડાવાના વધુ કેસ નોંધાયા છે. જો આંકડાની વાત કરીએ તો સરકારી આંકડા મુજબ 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 2,650થી વધુ પ્રાણીઓ રેલ્વે ટ્રેક પર ટ્રેન સાથે અથડાયા છે. આ આંકડાઓ સામે આવ્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ આંકડા દર વર્ષે વધી રહ્યા છે. ફેન્સીંગનું મોટાભાગનું કામ ઉત્તર મધ્ય રેલવે ઝોનના પ્રયાગરાજ પટ્ટામાં કરવામાં આવશે.

સાડા પાંચ વર્ષ લાગશે
રેલ્વે અનુસાર, રેલ્વે ટ્રેકની આસપાસ 1 હજાર કિલોમીટર સુધી બાઉન્ડ્રી બનાવવી પડશે. આ કામમાં 5 વર્ષ અને 6 મહિનાનો સમય લાગશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આ જાણકારી આપી છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ 9 દિવસમાં જ 200 જેટલી ટ્રેનો જાનવરો સાથે અથડાવાને કારણે ક્ષતિગ્રસ્ત થઈ હતી. તમને જણાવી દઈએ કે આ ટ્રેનોમાં નવી શરૂ થયેલી વંદે ભારત ટ્રેન પણ સામેલ છે. જેના કારણે આ વર્ષે 4 હજારથી વધુ ટ્રેનો આવી ઘટનાઓથી પ્રભાવિત થઈ છે.

પહેલા 1000 KM પછી આગળની યોજના
વૈષ્ણવે કહ્યું, 'અમે બાઉન્ડ્રી બનાવવાના કામને લઈને ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહ્યા છીએ.' તેણે કહ્યું, 'અમે હાલમાં બે અલગ અલગ ડિઝાઈન જોઈ રહ્યા છીએ. અમે તેમાંથી એકને મંજૂરી આપી છે જે Ace સ્ટર્ડી વોલ હશે. આગામી 5 થી 6 વર્ષમાં અમે 1,000 કિલોમીટર લાંબી બોર્ડર બનાવવાનું નક્કી કર્યું છે. આ સીમા કેટલી કામ કરશે તે જોયા પછી જ આગળનો નિર્ણય લઈશું. તેમણે આ દરમિયાન એમ પણ કહ્યું કે પરંપરાગત રીતે બનાવેલી સીમા આ સમસ્યા સામે લડવા માટે પૂરતી નથી. જો આવી સીમાઓ બનાવવામાં આવશે તો નજીકમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. રેલ્વે અનુસાર, 2021 થી 2022 સુધીમાં, આવા લગભગ 26,000 પ્રાણીઓની અથડામણના મામલા સામે આવ્યા છે.

ટ્રેનની સ્પીડ 130 km પ્રતિ કલાક હોય છે
ડાયરેક્ટિવ કમિશનર ઓફ રેલ્વે સેફ્ટીના જણાવ્યા અનુસાર, જો ટ્રેનની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોય તો રેલવે ટ્રેકની આસપાસ ફેસિંગ હોવું જરૂરી છે. દરમિયાન, દિલ્હી-હાવડા અને દિલ્હી-મુંબઈ કોરિડોર પર મોટા પાયે કામ ચાલી રહ્યું છે, જે પૂર્ણ થયા પછી ટ્રેનો 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow