IAS અધિકારીને "પબ્લિસિટી સ્ટંટ" ભારે પડ્યો

IAS અધિકારીને "પબ્લિસિટી સ્ટંટ" ભારે પડ્યો

ચૂંટણી પંચે એક IAS અધિકારીને ગુજરાતમાં ચૂંટણીની ફરજમાંથી બરતરફ કર્યા છે. તે અધિકારીનું નામ અભિષેક સિંહ છે. અધિકારીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જાહેરમાં પ્રદર્શન કર્યું હતું કે, ગુજરાતની ચૂંટણીમાં તેને નિરીક્ષકની ભૂમિકા આપવામાં આવી છે. ચૂંટણી પંચે એક આદેશમાં કહ્યું હતું કે, અભિષેક સિંહે ઈન્સ્ટાગ્રામ પર 'પોતાની પોસ્ટિંગ'ની તસવીર શેર કરી અને પબ્લિસિટી સ્ટંટ તરીકે તેમની સત્તાવાર સ્થિતિનો ઉપયોગ કર્યો.

અભિષેક સિંહ, યુપી કેડરના 2011ની બેચના IAS અધિકારી છે, જેમને ગુજરાતમાં બાપુનગર અને અસારવા વિધાનસભા વિસ્તારના સામાન્ય નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે પોતાના આદેશમાં અધિકારીને તાત્કાલીક ધોરણે પોતાનો મતવિસ્તાર છોડવા અને ઉપરી અધિકારીને રિપોર્ટ કરવા જણાવ્યું. નિરીક્ષક તરીકે તેમને આપેલી તમામ સરકારી સુવિધા પરત લઈ લેવામાં આવી છે.

નવા અધિકારીની નિમણૂક
તેમની જગ્યાએ 2011 બેચના IAS અધિકારી કૃષ્ણ બાજપેયીની હવે બાપુનગર અને અસારવા નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ચૂંટણી પંચે પોસ્ટને ખૂબ ગંભીરતાથી લીધી ​​​​​
ચૂંટણી પંચે અધિકારીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટને ખૂબ ગંભીરતાથી લીધી છે. જેના કારણે તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવ્યા છે અને અધિકારીને પોતાની ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. અને આગામી આદેશ સુધી ચૂંટણી સંબંધી પોતાની ફરજોમાંથી પણ દૂર કર્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી છે અને 8 ડિસેમ્બરે મત ગણતરી.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow