ફુલેકામાં દારૂ પીધાનો વીડિયો એક વર્ષ બાદ વહેતો થતા પોલીસે પકડ્યો

ફુલેકામાં દારૂ પીધાનો વીડિયો એક વર્ષ બાદ વહેતો થતા પોલીસે પકડ્યો

રાજકોટના સહકાર મેઇન રોડ પર લગ્નના ફુલેકામાં દારૂની છોળો ઉડાવવાની ઘટના તાજી જ છે ત્યાં બુધવારે ખીરસરા ગામનો એક શખ્સ લગ્નના ફુલેકામાં દારૂની બોટલ હાથમાં લઇને દારૂ ઢીંચતો હોવાનો વીડિયો ફરતો થયો હતો. પોલીસે ખીરસરાના એ શખ્સને ઝડપી લઇ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

લોધિકાના ખીરસરામાં લગ્નના ફુલેકામાં એક શખ્સ મિત્રોના ખભા પર બેઠો હતો અને તેના હાથમાં દારૂની બોટલ હતી, તે મિત્રોના ખભા પર બેસી દારૂ પીતો હોય તેવો કોઇએ વીડિયો ઉતાર્યો હતો અને તે વીડિયો ફરતો થતાં લોધિકા પીએસઆઇ ચૌહાણ સહિતની ટીમ હરકતમાં આવી હતી. વીડિયોમાં દેખાતો શખ્સ ગોપાલ વલ્લભ સોલંકી હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તેને ઝડપી લીધો હતો.

મિત્રોના ખભા પર બેસીને દારૂની મોજ માણનાર ગોપાલ સોલંકીને લોધિકા પોલીસ સ્ટેશને લઇ જવાયો ત્યારે તેના ચહેરાની ચમક ઊડી ગઇ હતી, મિત્રોની હાજરીમાં રોફ જમાવનાર પોલીસ સ્ટેશનમાં ‘બકરી’ બની ગયો હતો, પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં ગોપાલે કહ્યું હતું કે, એક વર્ષ પહેલા સંબંધીના લગ્નના ફુલેકામાં તે જોડાયો હતો ત્યારનો આ વીડિયો હતો, એક વર્ષ પછી પણ આ વીડિયો ફરતો થતાં તે વખતનો નશો પણ પોલીસે ઉતારી દીધો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow