IPL-16ની પ્લેઓફ મેચ ચેન્નાઈ-અમદાવાદમાં યોજાશે

IPL-16ની પ્લેઓફ મેચ ચેન્નાઈ-અમદાવાદમાં યોજાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનની પ્લેઓફ મેચની તારીખો અને સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. IPLએ તેની ઓફિશિયલ વેબસાઈટ પર આ જાણકારી આપી છે. ચેન્નાઈ અને અમદાવાદમાં ક્વોલિફાયર, એલિમિનેટર અને ફાઈનલ સહિત કુલ 4 મેચ રમાશે. બન્ને શહેરોને 2-2 મેચ આપવામાં આવી છે.

23 મેથી પ્લેઓફ મેચ યોજાશે
IPLમાં કુલ 4 પ્લેઓફ મેચ હોય છે. પોઇન્ટ્સ ટેબલની ટોપ-2 ટીમ વચ્ચે ક્વોલિફાયર-1, ત્રીજા અને ચોથા નંબરની ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ છે. ક્વોલિફાયર-1 જીતનારી ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે અને હારનાર ટીમ ક્વોલિફાયર-2 રમશે. જે ટીમ એલિમિનેટર જીતશે તે ક્વોલિફાયર-2માં આગળ વધશે. ક્વોલિફાયર-2 જીતનારી ટીમ ફાઈનલમાં ક્વોલિફાયર-1ના વિજેતા સાથે રમે છે.

IPLના નવા શિડ્યૂલ મુજબ ક્વોલિફાયર-1 ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં 23 મેના રોજ અને એલિમિનેટર 24 મેના રોજ ચેન્નાઈમાં જ યોજાશે. ક્વોલિફાયર-2 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને ફાઈનલ મેચ 28 મેના રોજ અમદાવાદમાં રમાશે.

ગત વખતની જેમ IPLના લીગ તબક્કામાં પણ 10 ટીમ ભાગ લઈ રહી છે. 31 માર્ચથી શરૂ થયેલી લીગ તબક્કાની મેચ 21 મે (રવિવાર) સુધી ચાલશે. લીગ તબક્કાની છેલ્લી 2 મેચ 21મીએ રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 69મી મેચ અને લીગ સ્ટેજની 70મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.

લીગ સ્ટેજ પૂરી થયા પછી પોઇન્ટ્સ ટેબલની ટોપ-4 ટીમ નક્કી થશે. આ 4 ટીમ લીગ તબક્કાના 2 દિવસ બાદ યોજાનારી પ્લેઓફ મેચમાં ભાગ લેશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow