ભારતીય કંપનીઓનું ઓપરેટિંગ માર્જિન 18-19% રહેવાનો અંદાજ

ભારતીય કંપનીઓનું ઓપરેટિંગ માર્જિન 18-19% રહેવાનો અંદાજ

દેશમાં ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કોમોડિટીની કિંમતોમાં ઘટાડો તેમજ રેવેન્યૂમાં આંશિક વૃદ્ધિને કારણે ભારતીય કંપનીઓનું ઓપરેટિંગ માર્જીન 270 બેસિસ પોઇન્ટ (bps) ઘટીને 18-19 ટકાની આસપાસ રહ્યું હોવાની ધારણા છે. જો કે છેલ્લા 6 ક્વાર્ટરમાં પહેલીવાર ઓપરેટિંગ માર્જીનમાં ક્રમિક રીતે વધારો જોવા મળશે તેવું ક્રિસિલે જણાવ્યું હતું.

ક્રિસિલના રિપોર્ટ અનુસાર કોમોડિટીની કિંમતોમાં ઘટાડો તેમજ નબળી વૈશ્વિક માંગને કારણે વાર્ષિક સ્તરે રેવેન્યુમાં 14 ટકાના વધારા સાથે તે રૂ.10.9 લાખ કરોડને આંબશે. કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી સેગમેન્ટ તેમજ કેટલીક પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારાને કારણે વોલ્યુમમાં સ્થિર વૃદ્ધિને પગલે આવક વધશે. ક્રમિક રીતે, રેવેન્યૂ ગ્રોથમાં 0.9 ટકાનો ઘટાડો જ્યારે નફાકારકતા ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 140 બેસિસ પોઇન્ટ વધી છે.

વૈશ્વિક સ્તરે કોમોડિટીની ઘટતી કિંમતના ટ્રેન્ડને પરિણામે છેલ્લા બે ક્વાર્ટરની તુલનામાં આ ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ માર્જીનમાં 270 બેસિસ પોઇન્ટનો ઘટાડો રહેશે. સતત પાંચમાં ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ માર્જીનમાં ઘટાડાનો ટ્રેન્ડ રહેશે. ક્રમિક રીતે છેલ્લા છ ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ માર્જીનમાં 18-19 ટકા સુધીનો વધારો થયા હોવાનો અંદાજ છે જે બીજા ક્વાર્ટર દરમિયાન 17.2 ટકા નોંધાયો હતો.

300 કંપનીઓના તારણ અનુસાર પહેલા ક્વાર્ટર દરમિયાન માર્જીન 23.7 ટકાના સ્તરે રહ્યા બાદ તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

સ્લોડાઉનથી જ્વેલરી નિકાસમાં ઘટાડો થશે
ભારત માટે બે સૌથી મહત્વપૂર્ણ વિદેશી માર્કેટ એવા યુએસ તેમજ યુરોપમાં સ્લોડાઉનને કારણે BPO સેવામાં ઘટાડો થશે તેમજ ત્યાંના ગ્રાહકો ખર્ચ ઘટાડશે જેને કારણે ખાસ કરીને ટેક્સટાઇલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની નિકાસમાં ઘટાડો થશે. પેસેન્જર ટ્રાફિક અને ટિકિટની કિંમતોમાં વધારાને કારણે એરલાઇન્સની આવકમાં વાર્ષિક સ્તરે 41% સુધીનો વધારો જોવા મળે તેવો અંદાજ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow