બ્રેઈન સ્ટ્રોકના મહિલા દર્દીના ચાલુ ઓપરેશને ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા

બ્રેઈન સ્ટ્રોકના મહિલા દર્દીના ચાલુ ઓપરેશને ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા

વિવાદોમાં રહેવા ટેવાયેલી‎જામનગરની જી.જી. હોસ્પિટલમાં‎ચાલુ ઓપરેશને ફોટો સેશન કરી‎તેને સોશિયલ મીડિયામાં વાયરલ‎કરનાર 2 ડોક્ટરોના કરતૂત બહાર‎આવતા ભારે ચકચાર મચી જવા‎પામી છે. ઉલ્લેખનીય છે કે,‎મેડિકલના નિયમ મુજબ આવી રીતે‎ચાલુ ઓપરેશનના ફોટા મૂકી‎શકાતા કે પાડી શકાતા નથી.‎જામનગર શહેરની સરકારી અને‎સૌરાષ્ટ઼્રની સૌથી મોટી જી.જી.‎હોસ્પિટલમાં 4 દિવસ પહેલા એક‎મહિલાને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો‎આવતા ગંભીર હાલતમાં તેણીને‎જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં‎આવી હતી જ્યાં મોડીરાત્રે તેના પર‎સર્જરી કરવામાં આવી હતી.

ન્યુરો‎સર્જન તેમજ અન્ય ડોક્ટર જેમાં ડો.‎પ્રતિક તેમજ ડો. ઈશ્વર હાજર‎હતા. તેમણે ચાલુ ઓપરેશને‎મહિલાનું મગજ ખૂલેલી હાલતમાં‎તેની સાથે પોતાના ફોટા પડાવ્યા‎હતા. તેમજ ઓપરેશન સફળ થયું‎હોય તેમ સફળતાની ચિન્હો‎દેખાડતા ચાલુ ઓપરેશને ફોટા‎મોબાઈલમાં પાડ્યા હતા.‎એટલું જ નહીં તેમણે આ ફોટા‎પોતાના સોશિયલ મીડિયા‎એકાઉન્ટમાં મૂક્યા હતા. જે બહાર‎આવતા ભારે હોબાળો મચી જવા‎પામ્યો હતો. આવી રીતે ચાલુ‎ઓપરેશને દર્દીના જીવને જોખમમાં‎મૂકી ફોટોગ્રાફી કરવાની ઘેલછા એ‎નિયમોનું સદંતર ઉલ્લંઘન છે. ત્યારે‎હવે કોલેજ મેનેજમેન્ટ પણ બંને‎વિદ્યાર્થીઓ પર પગલાં લેવાની‎તૈયારીઓ કરી રહ્યા છે.‎

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow