અમેરિકામાં પોતાને ઇજા પહોંચાડીને હૉસ્પિટલ જનારા કિશોરોની સંખ્યામાં 11 વર્ષમાં 163%નો વધારો થયો

અમેરિકામાં પોતાને ઇજા પહોંચાડીને હૉસ્પિટલ જનારા કિશોરોની સંખ્યામાં 11 વર્ષમાં 163%નો વધારો થયો

અમેરિકામાં સ્યુસાઇડલ બિહેવિયરને કારણે પોતાને નુકસાન પહોંચાડતા કિશોરોની સંખ્યા ઝડપી વધી રહી છે. છેલ્લાં 11 વર્ષમાં આવાં બાળકો તેમજ કિશોરોની સંખ્યા વધીને 163% સુધી પહોંચી ચૂકી છે. તેમાં મોટા ભાગનાં બાળકો 11થી 14 વર્ષના છે. ડાર્ટમાઉથ કૉલેજના સંશોધકોએ 47 લાખ 68 હજાર બાળકો અને કિશોરો પરના ડેટાનું સંશોધન કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર, 2009 અને 2019ની વચ્ચે, મેન્ટલ હોસ્પિટલોમાં 25.8% બાળકો ભરતી થયાં હતાં અને તેમની સારવાર પાછળ 1 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા છે.

2009માં હોસ્પિટલમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા અથવા પોતાને નુકસાન પહોંચાડીને પોતાનો ઇલાજ કરાવનારાં બાળકો અથવા કિશોરોની સંખ્યા 30.7% હતી. આ સંખ્યા 2019 સુધીમાં વધીને 64.2% એટલે કે બમણાથી વધુ વધી છે. તદુપરાંત આત્મઘાતી પ્રયાસો કરનારાં બાળકોની ટકાવારી 2009ના 3.5%થી વધીને 2019માં 12.7% થઇ ચૂકી છે.

સ્ટોની બ્રુક યુનિવર્સિટી મેડિકલ કૉલેજમાં બાળ અને કિશોર મનોચિકિત્સાના ડાયરેક્ટર ડૉ. ગ્રેબિયલ એ.નું કહેવું છે કે અમેરિકન યુવાઓના આત્મઘાતી વ્યવહારમાં વધારો એ કોઇ નવી બાબત નથી. પરંતુ આ રિસર્ચ હેલ્થ સિસ્ટમની સમસ્યાને દર્શાવે છે. બાળકોની સારવાર માટે વાલીઓએ દરેક સ્તર પર અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow