કાકીના ટુકડા કરીને ભત્રીજાએ ગંગામાં સ્નાન કર્યું!

કાકીના ટુકડા કરીને ભત્રીજાએ ગંગામાં સ્નાન કર્યું!

જયપુરમાં દિલ્હીની શ્રદ્ધા મર્ડર જેવા કિસ્સાએ સૌને ચોંકાવી દીધા. આરોપી અનુજ શર્મા(32)એ પોતાની કાકી સરોજ(65)ની હત્યા કરી અને પછી તેમના આઠ ટુકડા કર્યા. પરિવારના સભ્યો હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે અનુજ આવું કામ પણ કરી શકે છે. અર્જુન એક વર્ષથી હરે કૃષ્ણા આંદોલન સાથે જોડાયેલો હતો.

પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અર્જુને જણાવ્યું કે, હત્યા કરી તે હરિદ્વાર ગયો હતો, તેણે ગંગામાં સ્નાન કર્યું અને ત્યાર પછી કિર્તનમાં ભાગ લીધો. પોલીસે અર્જુનને મૃતદેહના ટુકડા કરવા વિશે પૂછ્યું, તો તેણે કહ્યું તે તમે લોકો જ કહો મૃતદેહનો નિકાલ કેવી રીતે કરત.

કાકી સરોજની મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાં કેન્સરની સારવાર ચાલી રહી હતી. કાકી કહેતી હતી કે હવે હું 5-6 વર્ષ આસાનીથી જીવીશ.

ડીસીપી (ઉત્તર) પરિસ દેશમુખે જણાવ્યું કે અનુજે B.Tech કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા બાદ એક વર્ષ જયપુરમાં નોકરી કરી. છેલ્લા એક વર્ષથી તેઓ પૂર્ણ સમય હરે કૃષ્ણ ચળવળ સાથે જોડાયેલો હતો.

પોલીસ કસ્ટડીમાં અનુજ સાથે વાત કરી હતી. તેણએ કહ્યું- હું દોષિત નથી. કોર્ટ નિર્ણય કરશે, પછી મને આરોપી ગણવામાં આવશે. જો હું કોર્ટમાં દોષિત સાબિત થઉં, તો મારો ફોટો લેજો. હજુ હું દોષિત નથી, મારા વકીલ સાથે વાત કરો.

લોકો મળવા આવ્યા, લાશ બાથરૂમમાં હતી પણ અનુજના ચહેરા પર કોઈ ગમ નહતો
મૃતદેહનો નિકાલ કર્યા પછી અનુજ 13 ડિસેમ્બરે હરિદ્વાર જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. પતંજલિ સંસ્થાન, હરિદ્વારમાં પેટના દુખાવાની સારવાર કરાવી. ગંગા સ્નાન કર્યા પછી ગંગા જળ લીધું. ગાઝિયાબાદમાં એક ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા એક ભક્તે મિત્રના ઘરે જઈને ગંગાજળ આપ્યું. એક દિવસ મિત્રના ઘરે રોકાયો અને દિલ્હીમાં સંકીર્તન કર્યું, પછી એક દિવસ માસીના ઘરે રોકાયો.

તે 2 ડિસેમ્બરથી આધ્યાત્મિક સમૂહ સાથે જોડાયેલા લોકોને મળવા પણ નહોતો ગયો. જ્યારે અનુજ ઘણા દિવસો સુધી ન આવ્યો ત્યારે 11 ડિસેમ્બરની બપોરે સંસ્થા સાથે જોડાયેલા બે અનુયાયીઓ તેના ઘરે આવ્યા. બંને લગભગ 40 મિનિટ સુધી ઘરમાં રહ્યા. તે સમયે કાકી સરોજની ડેડ બોડી બાથરૂમમાં રાખી હતી. આશ્ચર્યની વાત એ છે કે અનુજની બોડી લેંગ્વેજ અને વાતચીતમાં ક્યાંય પણ ગભરાહટ ન દેખાઈ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow