દીકરીના લગ્ન પેહલા પિતાની અર્થી ઉઠી ! પિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી કારણ કે 6 દીકરીઓ..

દીકરીના લગ્ન પેહલા પિતાની અર્થી ઉઠી ! પિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી કારણ કે 6 દીકરીઓ..

હાલમાં આધુનિક સમયમાં એવા અજીબો ગરીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જે આપણને આશ્ચર્ય માં મુકી દેતા હોય છે અને ઘણા કિસ્સા તો એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે હાલમાં એક એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં દીકરીના પિતાએ દીકરીના લગ્ન ના આગલા દિવસે આત્મહત્યા કરી જીવન તુકાવ્યું છે. ઉતરપ્રદેશ  જિલ્લાના લખનૌ માં દીકરીની વિદાઇ પહેલા જ એક પિતાએ આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું. જ્યાં પરિવારમાં એક બાજુ દીકરીના લગ્ન ની તૈયારીઓ ચાલી રહી ત્યાં જ બીજી બાજુ પિતા ઘરની બાજુમાં આવેલા ઘરઘંટી માં ફાંસી ખાઈને જીવન તુકાવ્યું હતું.

રવિવારે લગ્ન  ની સાથે સાથે દીકરીની જાન  પણ આવી રહી હતી. ઘરના દરેક લોકો લગ્નની ખુશીઓ માણી રહ્યા હતા ત્યાં જ અચાનક  માતમ માં આ ખુશીઓ બદલાઈ ગઈ હતી.જાણવા મળી રહ્યું છે કે આ ઘટના પાછળ આર્થિક તંગી હોવાથી પિતાએ આ પગલું ભર્યું છે. આ ઘટના શનિવારે રાત્રે થઈ હતી અને પરિવાર ના લોકોને આ અંગે રવિવારે સવારે જાણ થઈ હતી.જાણકારી મળ્યા અનુસાર આ ઘટના શહેર ના મોહનલાલ જંગ વિસ્તારના ટીકરા ગામની છે કે જ્યાં રહેતા સુનિલભાઈ દ્રીવેદી કે જેઓ 51 ની ઉમર ધરાવે છે અને 6 દીકરીઓના અને 1 દીકરા ના પિતા છે તેમને આત્મહત્યા કરી ને જીવન તુકાવ્યું હતું.

જેના કારણે  પરિવારમાં ખુશીના બદલે માતમ જોવા મળ્યો હતો. સબંધીઓનું કહેવું છે કે સુનિલભાઈ ની ઘરની સાથિતિ બહુ સારી નહોતી. તેઓ જવાબદારીઓના બોજ નીચે દબાયેલા હતા. અને જેમ તેમ કરી તેમણે 3 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. તેઓએ ઘરની પાસે જ એક ઘંટી શરૂ કરી  હતી જેનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને સાથે જ પ્રોપટી  ડીલર નું પન કામ કરતાં હતા.

આમ છતાં તેઓ પરિવાર નો ખર્ચ  ભોગવી સકયા નહોતા. અને ખર્ચ કાઢવો બહુ જ મુશ્કિલ થઈ ગયો હતો. એવામાં દીકરો પણ  કઈ કરતો નહોતો. જેનાથી તેને કોઈ મદદ મળી સકે. આમ તેઓ જેમ તેમ ઉધાર લઈને ચોથા નંબર ની દીકરીના નવ્યા દ્રીવેદી ના લગ્ન કરાવી રહ્યા હતા.મૃતક ની દીકરી નવ્યા ના લગ્ન કાનપુર ના આકાશ પાંડે સાથે થવા ના હતા. અને આજે તેની જાન આવાની હતી. સાથે જ લગ્ન માં મોટા પરમનમાં ખર્ચો  થસે અને ત્યાર પછી ઊધિના પૈસા કઈ રીતે ચૂકવશુ તે અંગેની મુંજવાન પણ  હતી.

ઘરની પાસે જ એક મંડપ લગાડવામાં આવ્યો હતો અને જયમાલા માટે સ્ટેજ પણ  તૈયાર હતું. જ્યારે બીજી બાજુ આમ ઘરના મોભી નું અવસાન થવાથી દીકરીઓ અને સબંધીઓ રડી રહ્યા હતા ને ઘરમાં માતમ જોવા મળ્યો હતો.સાથે જ મૃતક ના બંને ભાઈ અશોકભાઇ દ્રીવેદી અને આનંદ ભાઈ દૃવેદીના ચહેરા પર ભાઈ ના મારુટ્યું નું દુખ જોવા મળ્યું હતું. મૃતક ના મોટા ભાઈએ જણાવ્યુ કે સુનિલભાઈ બીજા નંબર નો ભાઈ હતો અને અમે ત્રણેય ભાઈઓ અલગ અલગ રહેતા હતા.

મૃતક સુનિલભાઈ ના ઘરે તે જ માત્ર કમાતો  હતો અને આથી તે ઘરના મુખય  કરતાં હરતા હતા, અને ઘરમાં આટલા સભ્યો હોવાથી તે ખર્ચ ને પહોચી વળવા અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો. દીકરીના લગ્ન માટે તેને અનેક લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા. અને આથી તેઓ મુંજવન અનુભવતા હતા. પરિવાર સામે તેઓ ઘણીવાર આ અંગે ની વાત પન કરી ચૂક્યા હતા એ તેમની મોત નું કારણ આજ હતું.

તેના ઘરની બહાર જ ઘંટી હતી , સવારે જ્યારે સુનિલભાઈ તેના રૂમમાં જોવા મળ્યો નહીં ત્યારે અમે તેની શોધખોલમાં લાગી ગયા અને તપાસ કરતાં તેઓ ઘંટી ના રૂમમાં જોવા મળ્યા હતા જ્યાં તેમની લાશ હતી અને તેઓ ફાંસી ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું.જયારે લગ્ન કરનારી દુલ્હન નવયાને આ અંગે પૂછ્યું તો તે પહેલા જોર જોર થી રડવા લાગી અને પછી સાંત થઈને જણાવ્યુ કે પિતા હમેસા તેમણે લઈને ચિંતામાં જોવા માલ્ટા હતા.

તેમણે એક એક રૂપિયા ભેગા કરીને ઉધાર નાણાં લઈને મારો સબંધ નક્કી કર્યો હતો. મને નહોતી ખબર કે તેઓ મારી વિદાય પહેલા જ તેઓ દુનિયા છોડી દેસે. ભાઈ હજુ નાનો  છે અને તે અભ્યાસ કરી રહ્યો છે. ઘરમાં માત્ર પિતા જ કમાતા હતા અને ઘર ખર્ચ ચલાવતા હતા. તેઓ લગ્નની તૈયારી માં અંદર થી તૂટી ગયા હતા. અને આ કારણ થી તેઓએ આ પગલું ભર્યું ને મોત  ને વહાલ કર્યું હતું.ત્યના સ્થાનિક પોલીસે જણાવ્યુ કે લાશ ને પોસ્ટમોતમ માટે મોકલી દેવામાં આવી છે અને હાલમાં આ ઘટના અંગેની તપાસ ચાલી રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow