રાજકોટના મેયરે કહ્યું- આજીડેમમાં જાન્યુઆરી અંત સુધી ચાલે તેટલું પાણી

રાજકોટની જીવાદોરી સમાન આજીડેમમાં જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલે તેટલું જ પાણી છે. આ વર્ષે સારા વરસાદથી આજીડેમ ઓવરફ્લો થયો હતો. પરંતુ ઉનાળો આવે તે પહેલા જ પાણીની તંગી વર્તાઇ નહીં તે માટે સૌની યોજના થકી રાજ્ય સરકાર પાસે નર્મદાના નીરની માગણી કરવામાં આવશે તેવું રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું છે.
ન્યારી ડેમમાં માર્ચ મહિના સુધી ચાલે તેટલું પાણી
ડો.પ્રદીપ ડવે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં પીવાનું પાણી પૂરું પાડનાર હાલ ત્રણ જળસ્ત્રોત છે. જેમાં આજી, ન્યારી અને ભાદર ડેમનો સમાવેશ થાય છે. આજીડેમમાં જાન્યુઆરી મહિના અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. ન્યારી ડેમમાં માર્ચ મહિના સુધી ચાલે તેટલું પાણી છે. આજીડેમમાં જાન્યુઆરી મહિનાના અંત સુધી પાણી ચાલે તેમ હોય આપણે સૌની યોજના મારફત નર્મદાનું પાણી ઠાલવવાની માગ રાજ્ય સરકારને કરીશું. રાજકોટવાસીઓને પાણીને લઈ કોઈ મુશ્કેલી ન પડે તે માટે જાન્યુઆરીના અંતમાં આ માગણી કરવામાં આવશે. પાણીની સમસ્યાનો એડવાન્સ ઉકેલ લાવી જાન્યુઆરી મહિનામાં પાણીની માગ કરવાના છીએ.
16 ડિસેમ્બરે 6 વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે
ભાદર યોજના આધારીત પાઇપલાઇનમાં ભાદરડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઈપલાઈન લીકેજ છે. આથી આ પાઈપલાઈન રિપેરિંગ કરવાની કામગીરીને કારણે 16 ડિસેમ્બરને શુક્રવારના રોજ સેન્ટ્રલ ઝોનના ગુરુકુળ હેડ વર્કસ અંતર્ગત આવતા ગોડલ રોડ સાઈડ વોર્ડ નં.13 અને વાવડી હેડ વર્કસ અતર્ગતના વોર્ડ નં.11 પાર્ટ, 12 પાર્ટના વિસ્તારોમાં તથા 17 ડિસેમ્બરને શનિવારના રોજ ઢેબર રોડ સાઈડ વોર્ડ નં.7 પાર્ટ, 14 પાર્ટ, 17 પાર્ટના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી તેવું મનપા દ્વારા જણાવાયું છે.
આટલા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે
ગુરૂકુળ ગોંડલ રોડ, નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી. પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયાનગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવન પ્લોટ, અંબિકા ટાઉનશીપ.
આ વિસ્તારો પણ પાણીથી વંચિત રહેશે
વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્ન, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસા. ગુરૂકુળ ઢેબર રોડ તરફ, ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક.
આ વિસ્તારમાં પણ પાણી વિતરણ બંધ
નારાયણનગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ.