અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની નિમણૂંકનો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની નિમણૂંકનો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં

વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. દેવીપ્રસાદ કાંતિલાલ ઠાકરે હાઈકોર્ટમાં અરજી કરીને કાયદેસરની નિમણૂકમાં ઠાકર પરિવારને વારસો આપવાની માંગ કરી છે. અરજીમાં વારસાગત પરંપરા મુજબ અધિકાર લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે વારસાગત પૂજા જે પરિવાર સંભાળે છે તેમને જ આ પૂજા કરવા દેવી જોઇએ. આ મામલે હાઈકોર્ટમાં 12મી જાન્યુઆરીએ સુનાવણી થશે.

કોર્ટે પાઠવી નોટિસ
હાઇકોર્ટે ટકોર કરી છેઠે કે, જ્યાં સુધી કોર્ટ આખરી નિર્ણય પર ન આવે ત્યાં સુધી વારસાગત પૂજાને અટકાવી શકાશે નહી. કોર્ટે કલેક્ટર, પરંપરાગત પૂજારી પરિવારને અને સરકારને નોટિસ પાઠવી છે.

ભાઈઓ વચ્ચેના વિવાદને લઈ હાઈકોર્ટમાં અરજી
સરકારે અંબાજી મંદિરમાં પૂજા અંગે ટ્રસ્ટના બનાવેલા નવા નિયમો મુજબ મંદિરની સેવા પૂજાનો અધિકાર સરકારે કાંતિલાલ ઠાકરને આપ્યો હતો.  વર્ષ 1984માં કાંતિલાલ ઠાકરનું અવસાન થતાં તેમના વીલ મુજબ તેમના બે પુત્રો મહેન્દ્રકુમાર ઠાકર અને દેવીપ્રસાદ ઠાકર પૈકી મોટા પુત્ર મહેન્દ્ર કુમારે પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

કાયદેસરની નિમણૂકમાં ઠાકર પરિવારને વારસો આપવા કોર્ટમાં માંગ
જોકે, મહેન્દ્ર કુમારનું થોડા સમય પહેલા નિધન થતાં તેમના બે દીકરાઓએ પૂજારી તરીકેનો વહીવટ મેળવવા સરકારમાં અરજી કરી હતી. તો તેમની સામે  કાંતિલાલ ઠાકરના નાના દીકરા દેવીપ્રસાદે પણ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow