ભાયાવદરમાં ગાળ ન બોલવા મુદ્દે શખ્સે પિતા-પુત્રને છરી ઝીંકી

ભાયાવદરમાં ગાળ ન બોલવા મુદ્દે શખ્સે પિતા-પુત્રને છરી ઝીંકી

ભાયાવદરમાં સામાન્ય ગાળો બોલવા જેવી નાની વાતમાં છરીના ઘા ઝીંકી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવની જાણ થતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાયાવદર ગામમાં પાનની દુકાન ચલાવતા એક શખ્સે દેવીપૂજક સમાજના પ્રમુખ વિનુભાઇ ઉર્ફે વિજુ બચુભાઇ મકવાણા અને તેમના પુત્ર આકાશને હાથમાં છરીના ઘા મારી દેતા સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વાત જાણે એમ છે કે, દેવીપૂજક સમાજના પ્રમુખ પુત્ર સાથે મિત્રને મળવા ગયા હોય, ત્રણેય ચાની મહેફિલ માણી રહ્યા હતા અને કોઇ મુદ્દે મોટેથી ચર્ચા કરી રહયા હતા. જેનો બાજુમાં આવેલી પાનની દુકાન ચલાવતા હિરેન પરમારના શખ્સે ગાળો ન બોલવા વિશે વિરોધ કરતા વાત છરીના ઘી ઝીંકવા સુધી પહોંચી ગઇ હતી. પાન દુકાનધારકે ઉગ્ર બનીને બન્ને પિતા-પુત્રને હાથના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.

બન્નેને​​​​​​લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં ઇજા વધુ ગંભીર હોવાની જાણ થતા ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સમાજના પ્રમુખ ઉપર છરીથી હુમલો થતા ઘટનાસ્થળે દેવીપૂજક સમાજનું ટોળું ભેગું થઇ ગયું હતું અને ગંભીરતા પારખી જઇ હુમલાખોર સ્વયં પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. પોલીસ હુમલાખોરની આકરી પૂછપરછ ચલાવી રહી છે. ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow