લગ્નની લાલચ આપી પ્રેમીએ વિધવા પર દુષ્કર્મ આચર્યું

લગ્નની લાલચ આપી પ્રેમીએ વિધવા પર દુષ્કર્મ આચર્યું

વિધવાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. દુષ્કર્મના બનાવની તપાસ ચલાવી રહેલા બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.આઇ. શેખે જણાવેલી માહિતી મુજબ, બનાવની ફરિયાદ કુવાડવા રોડ પર આવેલા ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિધવાએ નોંધાવી છે.

જેમાં આરોપી તરીકે કોઠારિયા રોડ પર રહેતા કેતન કાંતિ ધામેલિયાનું નામ જણાવ્યું છે. વિધવાની પૂછપરછમાં કેતન સાથે પરિચય થયા બાદ બંને છેલ્લા ચાર વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. ે કેતને પોતાની સાથે લગ્ન કરશેની વાત કરી હતી.

કેતને પોતાને લગ્નની લાલચ આપી જુદા જુદા સ્થળોએ લઇ જઇ અનેક વખત પોતાની સાથે બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. કેતનને લગ્ન કરવાનું કહેતા વાતને ઉડાવી દેતો હતો. કેતને લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી કેતન ધામેલિયાને સકંજામાં લીધો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow