ભચાઉના સામખીયાળી ધોરમાર્ગ પર આવેલી હક સ્ટીલ કંપનીમાં આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો

ભચાઉના સામખીયાળી ધોરમાર્ગ પર આવેલી હક સ્ટીલ કંપનીમાં આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો

ભચાઉ તાલુકાના સામખીયાળી નજીક મોરબી ધોરીમાર્ગ પર આવેલી હક સ્ટીલ કંપનીમાં રાજકોટ આયકર વિભાગ દ્વારા આજ મંગળવારના વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનુ જાણવા મળ્યું છે. અમદાવાદ સાથે કચ્છમાં આવેલા એકજ સમૂહના એકમો પર આઇટી તંત્ર ત્રાટક્યું છે, જ્યાં મોટાપાયે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાલ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે.

કંપનીના જવાબદારનો IT દરોડા અંગે ઇન્કાર
કચ્છના સામખીયાળી નજીક આવેલી હક સ્ટીલ કંપનીમાં આઈ.ટી. વિભાગના દરોડા અંગે સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ જિલ્લા બહારના આયકર વિભાગ તરફથી આ રેડ પાડવામાં આવી છે. જેમાં કંપની સંકુલ ખાતે આજે વહેલી સવારથી IT વિભાગ દ્વારા આધાર પુરાવાની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે હક સ્ટીલ કંપનીના સદાબ ઈરાકી સાથે વાત કરતા તેમણે રેડ પડી હોવાનો ઇન્કાર કર્યો હતો.કચ્છ આયકર વિભાગ પણ આ દરોડા વિશે બેખર હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્રના રોજગારલક્ષી યોજના હેઠળ બંધ પડેલા ઉધોગોમાં પુનઃ ગતિ લાવવાના ભાગરૂપે શરૂ થયેલી કંપનીમાં આયકર દરોડાની ચર્ચાથી સ્થાનિક ઉધોગ જગતમાં ચકચાર પ્રસરી જવા પામી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow