RBIના ગવર્નર સભ્યોની બેઠકમાં મુદ્દો ઉઠાવાયો

RBIના ગવર્નર સભ્યોની બેઠકમાં મુદ્દો ઉઠાવાયો

RBI બેન્કોમાં શ્રેષ્ઠ વહીવટીતંત્ર પર ભાર મૂકી રહી છે, પરંતુ કુલ 11 સરકારી બેન્કોમાંથી 6માં નોન-એક્ઝિક્યુટિવ ચેરમેનના પદ ખાલી છે. તેમાંથી કેટલીક બેન્કોમાં 2 વર્ષથી વધુ સમયથી ચેરમેન નથી. યુકો બેન્ક, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, બેન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, ઇન્ડિયન બેન્ક અને બેન્ક ઑફ ઇન્ડિયા તેમાં સામેલ છે.

યુકો બેન્ક અને બેન્ક ઑફ મહારાષ્ટ્રમાં 2015માં ચેરમેન અને એમડી પદ અલગ કરાયા બાદથી પાર્ટ ટાઇમ ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. મોટા ભાગની સરકારી બેન્કોમાં સ્વતંત્ર ડિરેક્ટર્સની સંખ્યા પણ પર્યાપ્ત નથી. મોટા ભાગની બેન્કોમાં બોર્ડના સભ્યોમાં એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સામેલ છે. કેટલીક બેન્કોમાં 3 અથવા 4 એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિઝર્વ બેન્ક અને સરકાર દ્વારા નિમણૂક કરાયેલા ડાયરેક્ટર્સ, શેરહોલ્ડ ડાયરેક્ટર છે. સરકારી બેન્કોમાં ચેરમેન પદ ખાલી હોવાનો મુદ્દો રિઝર્વ બેન્કના ગવર્નરની સાથે જ સરકારી બેન્કોના બોર્ડના સભ્યોની સાથે થયેલી બેઠકમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો.

વૈશ્વિક અનિશ્ચિતત્તા અને વધી રહેલા વ્યાજદરોના કારણે બેન્કિંગ સંકટ સર્જાયું છે પરંતુ ભારતીય મોટાભાગની બેન્કોના નફામાં વૃદ્ધિ નોંધાઇ છે. માર્ચ અંતના રોજ પૂરા થતા નાણાવર્ષ અને ત્રિમાસીક ગાળા દરમિયાન મોટાભાગની બેન્કોના નફામાં સરેરાશ 20-50 ટકા સુધી વધારો થયો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow