કેટલાક દેશોની આરોગ્ય વ્યવસ્થા ખોરવાઇ, બ્રિટનમાં એમ્બ્યુલન્સનો વેઇટિંગ ટાઇમ હવે 90 મિનિટ થયો છે

કેટલાક દેશોની આરોગ્ય વ્યવસ્થા ખોરવાઇ, બ્રિટનમાં એમ્બ્યુલન્સનો વેઇટિંગ ટાઇમ હવે 90 મિનિટ થયો છે

દુનિયાના કેટલાક દેશોની આરોગ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઇ ગઇ છે. જે દેશોમાં વર્લ્ડ ક્લાસ હેલ્થ આરોગ્યની વ્યવસ્થા છે ત્યાં પણ હોસ્પિટલોમાં લોકોના મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) યોગ્ય રીતે કામ કરી રહી નથી. સ્થિતિ એ છે કે હાર્ટએટેક આવવાની સ્થિતિમાં પણ દર્દીને એમ્બ્યુલન્સ માટે 90 મિનિટ સુધીની રાહ જોવી પડી શકે છે.

કેનેડામાં સ્થિતિ એટલી ખરાબ છે કે બાળકોની હોસ્પિટલમાં ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન રેડક્રોસને બોલાવવાની ફરજ પડી છે. હોસ્પિટલમાં કર્મચારીઓ ઓછા હોવાના કારણે રેડક્રોસ સાથે જોડાયેલા લોકોએ કામ કર્યું છે. સ્વિત્ઝર્લેન્ડ સહિત સમગ્ર યુરોપમાં માત્ર એક વર્ષના ગાળામાં મૃત્યુદર 10 ટકા સુધી વધી ગયો છે. ખાસ કરીને ઠંડીના દિવસોમાં બીમારીઓ વધી જાય છે. આ ગાળા દરમિયાન લોકોને વધારે કાળજીની જરૂર હોય છે.

લોકો હેલ્થ ઇમર્જન્સી નંબર પર ફોન કરે છે પરંતુ કોઇ જવાબ આપતા નથી. આનું મોટું કારણ એ છે કે નર્સિંગ સ્ટાફ અને તબીબોના પગાર ખૂબ ઓછા છે. ઇટાલી અને બ્રિટન જેવા દેશ કોરોનાથી પહેલાં આરોગ્ય પર જીડીપીના મર્યાદિત હિસ્સાને ખર્ચ કરતા હતા. કેટલીક વખત તો તેમાં પણ કાપ મૂકતા હતા. ઇટાલી અને બ્રિટનના આ વલણના કારણે લોકો હવે કિંમત ચૂકવી રહ્યા છે. કોરોના દરમિયાન કેટલીક હોસ્પિટલોમાં તો નોનકોવિડ દર્દીઓને દાખલ કરવા જ બંધ કરી દીધા હતા.

બ્રિટનમાં સ્ટાફમાં વધારો છતાં સ્થિતિ હજુ બેકાબૂ
બ્રિટનમાં 2019ની સરખામણીમાં એનએચએસના સ્ટાફમાં વધારો થયો છે. તબીબોની સંખ્યામાં 13 ટકા અને નર્સની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. આ પ્રકારની સ્થિતિ હોવા છતાં સ્થિતિ બેકાબૂ છે. ઠંડીમાં દર્દીઓ ‌વધ્યા છે, પરંતુ તેની સામે નર્સિંગ સહિત પૂરતા પ્રમાણમાં સ્ટાફમાં વધારો કરાયો નથી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow