સરકારે અનુપાલનમાં નિષ્ફળ 1.28 લાખ કંપનીઓને રેકોર્ડમાંથી હટાવી

સરકારે અનુપાલનમાં નિષ્ફળ 1.28 લાખ કંપનીઓને રેકોર્ડમાંથી હટાવી

સરકારે સતત બે નાણાકીય વર્ષથી નાણાકીય નિવેદનો જમા કરાવવામાં નિષ્ફળ નિવડેલી 1,27,952 કંપનીઓને સરકારી રેકોર્ડમાંથી હટાવી દીધી છે. કેન્દ્રીય મંત્રી ઇન્દ્રજીત સિંઘ રાઓએ જણાવ્યું હતું કે કંપનીઝ એક્ટ, 2013 હેઠળ ‘શેલ કંપની’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી નથી. સરકારે છેલ્લા બે નાણાકીય વર્ષથી વાર્ષિક રિટર્ન અથવા નાણાકીય નિવેદનો જમા કરવામાં નિષ્ફળ નિવડેલી કંપનીઓની ઓળખ કરીને તેને સરકારી રેકોર્ડમાંથી હટાવવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું.

છેલ્લા ત્રણ વર્ષમાં 1,27,952 કંપનીઓને સરકારી રેકોર્ડમાંથી હટાવવામાં આવી છે. લોકસભામાં પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર એવી કોઇ કંપનીઓ જે શેલ કંપનીઓ સાથે ચોરીછૂપીથી બિઝનેસ કરે છે તેને લઇને કોઇ પગલાં લઇ રહી છે કે નહીં તેના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. આવી રજીસ્ટરમાંથી હટાવાયેલી કંપનીઓ સાથે નાણાકીય લેણદેણના સંદર્ભમાં સિંઘે જણાવ્યું હતું કે મંત્રાલયે માર્ચ 2021માં એક્ટના શેડ્યૂલમાં સુધારો કર્યો હતો. આ સુધારા સાથે, રેકોર્ડમાંથી હટાવાયેલી કંપનીઓ સાથે નિસ્બત ધરાવતી કંપનીઓએ કેટલીક જાણકારી જમા કરાવવાની રહેશે.

કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને તેમની સિક્યોરિટીઝ સીધા જ ફોરેન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ કરવા માટે અનુમતિ આપવા માટે કોઇ નિયમની જાહેરાત કરી છે કે કેમ તે અંગે પૂછાતા મંત્રીએ સ્પષ્ટતા કરી હતી. વિદેશી સ્ટોક એક્સચેન્જો પર સીધી સૂચિબદ્ધ કરવા માટે અત્યાર સુધી કોઈ નિયમો સૂચિત કરવામાં આવ્યા નથી.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow