કૉલિંગ માટે સરકાર લાવી રહી છે જોરદાર સર્વિસ, Truecaller જેવી App ની નહીં પડે જરૂર; જાણો શું

કૉલિંગ માટે સરકાર લાવી રહી છે જોરદાર સર્વિસ, Truecaller જેવી App ની નહીં પડે જરૂર; જાણો શું

એક રિપોર્ટ અનુસાર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) જલ્દી જ એક એવો ઉપાય રજૂ કરશે જેમાં કોલ કરતાં સમયે ફોન રિસીવરના ફોનની સ્ક્રીન પર કોલ કરનારનું નામ ફ્લેશ થઈ જશે. જણાવી દઈએ કે ફાઈનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર જે નામ ફ્લેશ થશે તે ટેલિકોમ ઓપરેટર્સ પાસે ઉપલબ્ધ યુઝર્સ તમારા ગ્રાહકને જાણો (KYC) રેકોર્ડ મુજબ હશે.

ફેક કોલ્સ ઘટશે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ પહેલથી વસ્તીના મોટા વર્ગને મોટી રાહત મળશે. આપણે બધાએ ફેક કોલ્સને કારણે લોકો સાથે થતાં મજાક અથવા ખરાબ વર્તન અને છેતરપિંડી અને એ કોલને કારણે પૈસા ગુમાવવાના કિસ્સાઓ સાંભળ્યા છે. ભલે ટ્રાઈનું આ પગલું તમામ ફોન સ્કેમ્સને દૂર નહીં કરે પણ લોકો સાથે આવી ઘટનાઓને મર્યાદિત કરશે.

એકવાર આ પગલું અમલમાં આવી ગયા પછી રીસીવર ટેલિકોમ ઓપરેટરને સબમિટ કરેલા KYC રેકોર્ડ્સ મુજબ કોલ કરનારનું નામ જોઈ શકશે પછી ભલે કોલરનું નામ તેના ફોનમાં સેવ ન હોય

આ પહેલા Truecaller આપતું હતું ડેટા
અત્યાર સુધી Truecaller જેવી એપ્લીકેશનો કોલરની ઓળખ આપતી હતી પણ Truecaller દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા ક્રાઉડસોર્સિંગ પર આધારિત હોવાથી ડેટાની પ્રામાણિકતા જાળવી શકતું નહતું. આ સાથે જ Truecallerમાં લોકો પાસે ડાયરેક્ટરીમાંથી તેમના નંબરોને ડિલિંક કરવાનો વિકલ્પ પણ છે. એટલા માટે આવી એપ પર સંપૂર્ણ વિશ્વાસ કે ચકાસણી કરી શકાતી નથી. જો કે હાલ ટ્રાઈની પહેલથી આ અવરોધ દૂર થવાની અપેક્ષા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક જૂથોએ ટ્રાઈના આ વિચારનો વિરોધ કરતા કહ્યું હતું કે તે ગોપનીયતાનું ઉલ્લંઘન હશે પણ ટ્રાઈએ આવા વિરોધને ફગાવી દીધા છે. FE રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઘણા વિચાર પછી TRAI તેની ભલામણો ટેલિકોમ વિભાગને આપશે અને પછી તેઓ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow