સરકારે ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ લંબાવ્યો

સરકારે ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ લંબાવ્યો

દેશમાં તહેવારોની સીઝન દરમિયાન સ્થાનિક માર્કેટમાં ખાંડની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે 31 ઑક્ટોબર બાદ પણ આગામી આદેશ સુધી ખાંડની નિકાસ પરના પ્રતિબંધને લંબાવ્યો છે.

અગાઉ, સરકારે ચાલુ વર્ષના 31 ઑક્ટોબર સુધી આ પ્રતિબંધ લાગૂ કર્યો હતો. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નિકાસ પર આગામી આદેશ સુધી રોક લગાવવામાં આવી છે.

જો કે CXL અને TRQ ડ્યૂટી કન્સેશન ક્વોટા હેઠળ ઇયુ અને યુએસ ખાતેની ખાંડની નિકાસ પર આ પ્રતિબંધ લાગૂ નહીં થાય તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ચોક્કસ માત્રામાં ખાંડની આ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow