દુલ્હનના ચહેરા પર 15 મિનિટમાં ગ્લો જોવા મળશે

દુલ્હનના ચહેરા પર 15 મિનિટમાં ગ્લો જોવા મળશે

દરેક છોકરી માટે લગ્નનો દિવસ ખાસ હોય છે. લગ્નના દિવસે યુવતી સુંદર દેખાવવા માટે ઘણાં સમય પહેલાથી જ તૈયારી શરૂ કરી દીધી છે.  

જેમાં ડેડ સ્કિન, ખીલ, ઓપન પોર્સ જેવા સ્કિનની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે લગ્નના થોડા દિવસ પહેલાંથી જ પ્રિ-બ્રાઇડલ ફેસ પેક લગાવવાનું શરૂ કરી દે છે. તો ક્યા પ્રકારની સ્કિન માટે ક્યુ ફેસ પેક બેસ્ટ છે બ્યૂટી એક્સપર્ટ શહનાઝ હુસૈન પાસેથી જાણીએ હોમમેડ ટિપ્સ.  

ફેસ પેક લગાવતા પહેલા આ તૈયારી કરો

વાળને પાછળની તરફ અને ચહેરાથી દૂર બાંધી લો.

સ્કિનને સારી રીતે સાફ કરી લો. ફેસ પેક લગાવવા માટે સપાટ, પહોળા બ્રશનો ઉપયોગ કરો.

આંખની આસપાસ અને સંવેદનશીલ ત્વચા અને હોઠ પાસે પેક ન લગાવો.

પેકને ચહેરા પર ત્યાં સુધી રાખો જ્યાં સુધી સુકાઈ ન જાય.

ફેસ પેકને પાણીથી ધોઈને દૂર કરો

આ રીતે જોવા મળશે સ્કિન પર ગ્લો

ત્વચા પર ગ્લો લાવવા માટે ઘઉંની થુલી, ચણાનો લોટ, દહીં, મધ, ઈંડું (વૈકલ્પિક), બદામ પાવડર મિક્સ કરીને પેક તૈયાર કરો. તો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે બદામને પીસતા પહેલાં પાણીમાં પલાળી રાખો, જેથી છાલ ઉતરી જાય. આ પછી બદામને ઓવન અથવા તડકામાં સારી રીતે સૂકવી દો.તેને પીસીને બરણીમાં રાખો.  

તો જે લોકોની સ્કિન ડ્રાય છે તે લોકોએ 3 ચમચી ઘઉંની થુલી, એક ચમચી બદામ પાવડર, એક ચમચી મધ, દહીં અને ઈંડાની જરદી લો. આ બધી જ વસ્તુને મિક્સ કરીને પેસ્ટ બનાવો. પેસ્ટને ઘાટી બનાવવા માટે દહીં અથવા દૂધ ઉમેરી શકાય છે.  

તો જે લોકોની સ્કિન ઓઈલી છે તેમને એક ચમચી ચણાનો લોટ, એક ચમચી બદામ પાવડર અને એક ચમચી મધ, દહીં અને ઈંડાનો સફેદ ભાગ લો. એકસાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. આ પેક સુકાઈ જાય એટલે ધોઈ લો.

આ પેકને અઠવાડિયામાં 2થી 3 વાર લગાવો, તો યાદ રાખો કે, ક્યારે પણ હોઠ અને આંખની આસપાસ ન લગાવો. પેક સુકાઈ જાય અથવા તો 15 મિનિટ પછી ધોઈ લો.

સ્કિન ટાઈપ અનુસાર ફેસ પેક લગાવો
જો ત્વચા પર ફોલ્લીઓ હોય તો હર્બલ ફેસ પેક લગાવો. આ માટે તેમાં દહીં, મધ અને ઈંડાની સફેદી મિક્સ કરીને ફેસ પેક બનાવો. તેને ચહેરા પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ધોઈ લો.  

ઓઈલી સ્કિન અથવા ખીલ ફોલ્લીઓ થવાની સંભાવના ધરાવતી ત્વચા પર તૈલી અને ઈમોલિયન્ટ્સ ધરાવતો પેક ન લગાવવો જોઈએ. જો તે પેક છે જેને કાઢી નાખતા પહેલા સુકાઈ જવાની જરૂર છે, તો તેને પહેલા પાણીથી ભીની કરો. પછી તમારા ચહેરાને પુષ્કળ પાણીથી સારી રીતે ધોઈ લો.

ઓઈલી સ્કિન પર મુલતાની માટી લગાવો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને પાણીથી સારી રીતે ધોઈ લો, જેથી ખુલ્લા છિદ્રો ભરાઈ ન જાય. ફેસ પેક લગાવતા પહેલા ચહેરો સાફ કરો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow