યુવતીને લગ્નની લાલચ આપી અમદાવાદની હોટેલ અને ફ્લેટમાં લઇ જઇ દુષ્કર્મ

યુવતીને લગ્નની લાલચ આપી અમદાવાદની હોટેલ અને ફ્લેટમાં લઇ જઇ દુષ્કર્મ

યુવતીઓને પ્રેમજાળ અને લગ્ન કરવાની લાલચ આપી તેનું શારીરિક શોષણ કરવાના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે, રાજકોટની યુવતીને જૂનાગઢના અજોઠા ગામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અમદાવાદની હોટેલ અને ફ્લેટમાં લઇ જઇ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

શહેરમાં રહેતી 32 વર્ષની યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢના અજોઠા ગામના જયદીપ દેવશી પંપાણિયાનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે રાજકોટમાં રહેછે અને જયદીપ પંપાણિયા સાથે પરિચય થયા બાદ તેણે પ્રેમનું નાટક કર્યું હતું અને ગત તા.4 ડિસેમ્બરના રોજ અમદાવાદ હોટેલમાં લઇ જઇ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા, યુવતીએ પ્રતિકાર કરતાં જયદીપે લગ્ન કરવાનો જ છે તેવી વાતો કરી યુવતીને જાળમાં ફસાવી હતી, ત્યારબાદ પણ લગ્ન કરવાની વાત આગળ ધરી યુવતીને ફ્લેટમાં લઇ જઇ અનેક વખત શારીરિક શોષણ કર્યું હતું.

યુવતીએ લગ્ન કરવાની વાત કરતાં જયદીપે સંપર્ક તોડી નાખ્યો હતો અને લગ્ન કરવાનો ઇન્કાર કરી હાથ ઊંચા કરી દીધા હતા અંતે આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી જયદીપ પંપાણિયાની શોધખોળ શરૂ કરી હતી.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow