કામની સ્વતંત્રતા-સક્રિયતાથી બિઝનેસમેનને હકારાત્મક ઊર્જા મળે છે અને બર્નઆઉટનો શિકાર પણ થતા નથી

કામની સ્વતંત્રતા-સક્રિયતાથી બિઝનેસમેનને હકારાત્મક ઊર્જા મળે છે અને બર્નઆઉટનો શિકાર પણ થતા નથી

પગારદાર કર્મચારીઓ અને ધંધાદારીઓ વારંવાર બર્નઆઉટ (તણાવ અને બીમારી)ની ફરિયાદ કરતા સાંભળવા મળે છે. બીજી બાજુ યુવા ધંધાદારીઓ કર્મચારીઓ કરતાં વધારે સમય સુધી કામ કરતા નજરે પડે છે, છતાં તેઓ બર્નઆઉટના શિકાર થતા નથી. આ સંબંધમાં નેધરલેન્ડસની એમ્સ્ટર્ડમ યુનિવર્સિટીમાં હાલમાં રિસર્ચ હાથ ધરાયું હતું.

આ રિસર્ચમાં જાણવા મળ્યું કે ધંધાદારીઓને કામ કરવાની સ્વતંત્રતા અને તેમના સતત કોઇ કાર્યની પાછળ રહેવાના કારણે તેમને પોઝિટિવ એનર્જી પણ મળે છે. તેમની અંદર એક પ્રકારની હકારાત્મક ઊર્જા આવી જાય છે, જે વધારે કામ કરવાની સ્થિતિમાં પણ થાકનો અનુભવ કરાવતા નથી. મુખ્ય રિસર્ચ નિષ્ણાત પ્રો. ઓબ્સચોંકાએ કહ્યું છે કે કામને લઇને તણાવ અને સમયનું દબાણ ધંધાદારીઓને ઉચ્ચ સ્તરની વ્યક્તિગત સ્વાયત્તતા પ્રદાન કરે છે.

આ તમામ તેમને હકારાત્મક મનોવૈજ્ઞાનિક વાપસી તરફ લઇ જાય છે. જે ધંધાદારી કામમાં પોતાની મોટી ભાગીદારીના કારણ બને છે, તેમનામાં એનર્જી વધારે જોવા મળે છે. પરિણામસ્વરૂપે તેમનું કામ પગારદાર કર્મચારીઓની સરખામણીમાં વધારે એનર્જી આપે છે.

સાથેસાથે વધારે હકારાત્મક સ્થિતિ પ્રદાન કરે છે. આવા લોકો પોતાના કામથી ખુશ અને વધારે સંતુષ્ટ રહે છે. ખાસ કરીને કોઇ અન્ય કર્મચારીઓ માટે જવાબદાર ન હોવાના કારણે તેઓ બર્નઆઉટનો શિકાર પણ થતા નથી.

ધંધાકીય દ્રષ્ટિકોણથી કર્મીઓ બર્નઆઉટથી બચશે
ખૂબ વધારે જોખમવાળી નોકરી કરતા કર્મચારીઓએ ધંધાદારી દ્રષ્ટિકોણ રાખવાની જરૂર છે. ઉદ્યોગસાહસિકોનું વલણ રાખવાથી ફાયદો થાય છે. આનાથી બર્નઆઉટના શિકાર થવાથી બચી જાય છે. બીજી બાજુ પોતાના કામને મજબૂત કરીને પૂર્ણ હકારાત્મક ઊર્જા સાથે કામ કરી શકાય છે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow