વર્લ્ડ કપ 2023નો પહેલો અપસેટ સર્જાયો

વર્લ્ડ કપ 2023નો પહેલો અપસેટ સર્જાયો

વન-ડે વર્લ્ડ કપ 2023નો સૌથી મોટો અપસેટ રવિવારે સર્જાયો હતો. અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું છે. અફઘાનિસ્તાને વર્લ્ડ કપમાં સતત 14 હાર બાદ જીત નોંધાવી અને 2019ના ચેમ્પિયનને હરાવ્યું છે.

નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 49.5 ઓવરમાં 284 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 215 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનના સ્પિનર્સ ગેમ ચેન્જર રહ્યા હતા. મુજીબ ઉર રહેમાન, મોહમ્મદ નબી અને રાશિદ ખાને મળીને 8-8 વિકેટ લીધી હતી. મુજીબ અને રાશિદે 3-3 જ્યારે મોહમ્મદ નબીએ 2 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ પાંચમી વખત અપસેટનો શિકાર બન્યું
ઇંગ્લેન્ડની ટીમ વન-ડે વર્લ્ડ કપ ઈતિહાસમાં પાંચમી વખત અપસેટનો શિકાર બની હતી. આ પહેલા 1992માં ટીમને ઝિમ્બાબ્વેએ 9 રને હાર આપી હતી. 2011માં ટીમ આયર્લેન્ડ સામે 3 વિકેટે અને બાંગ્લાદેશે 2 વિકેટે હરાવ્યું હતું. 2015માં પણ બાંગ્લાદેશે ટીમને 15 રનથી હરાવીને ખળભળાટ મચાવ્યો હતો.

હવે 2023માં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને 69 રનથી હરાવીને પાંચમી વખત વર્લ્ડ કપમાં અપસેટનો કડવો સ્વાદ ચાખ્યો હતો. એટલું જ નહીં ઇંગ્લેન્ડની ટીમ T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામે બે વખત હારીને પણ અપસેટનો શિકાર બની છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow