યાર્ડમાં 472 કિલો ડુંગળી વેચનાર ખેડૂતને રાતી પાઈ ન મળી, સામા રૂ.131 ચૂકવવા પડ્યા

યાર્ડમાં 472 કિલો ડુંગળી વેચનાર ખેડૂતને રાતી પાઈ ન મળી, સામા રૂ.131 ચૂકવવા પડ્યા

ડુંગળી પાણીના ભાવે વેચાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે બુધવારે ધુતારપુર ગામના ખેડૂત રાજકોટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવ્યો હતો. તેને વળતર તો નહોતું મળ્યું પરંતુ સામે તેને રૂ.131 ચૂકવવા પડ્યા હતા. ધુતારપુર ગામના ખેડૂત જમનભાઈ કુરજીભાઈ પહેલી માર્ચના રોજ તેઓ રાજકોટ યાર્ડમાં કુલ 472 કિલો ડુંગળી લઈને આવ્યા હતા. એક મણનો ભાવ તેને રૂ.21 મળ્યો હતો. તેને પોતાની ડુંગળી વેચવાના પૈસા રૂ. 495 મળ્યા હતા. જ્યારે ખરાજત તેને રૂ. 626 થઇ હતી.  

આમ તેને રૂ.131 સામે ચૂકવવા પડ્યા હતા. જ્યારે ઉતરાઈ ખર્ચ રૂ.36.40 થયો હતો અને ટ્રક ભાડું રૂ. 590 થયું હતું. ખેડૂતને ડુંગળી વેચવા માટે સામે પૈસા ચૂકવવાના થતા તેની આંખમાંથી પાણી આવી ગયા હતા.ખેડૂતોના જણાવ્યાનુસાર તેને જે પૈસા ચૂકવવા પડ્યા એ તો માત્ર ઘરેથી જ યાર્ડ સુધીનો ખર્ચ જ લાગ્યો છે. આ સિવાય વાવેતરનો ખર્ચ, મજૂરી ખર્ચ એ તો આમાં કોઈ સમાવેશ જ નથી. અનેક ખેડૂતો પોતાનો પાક ઉકરડામાં ફેંકી દે છે.

કમિશન એજન્ટે જવાબ દેવાનું ટાળ્યું
ધુતારપુર ગામના ખેડૂતને જે સામે પૈસા ચૂકવવા પડ્યા એ અંગે દિવ્ય ભાસ્કરે કમિશન એજન્ટ આર. કે. ટ્રેડિંગના માલિક કિશોરભાઈનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેને કોઈપણ જાતનો જવાબ દેવાનું ટાળ્યું હતું. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નહિ મળવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  

ઓનિયન પોલિસી બનાવવી જરૂરી
ખેડૂત સિઝન વખતે ખેડૂતને અથવા તો ગ્રાહકોને રડાવે છે. ડુંગળીને સ્ટોરેજ નથી કરી શકાતી. વાવેતર અને ઉત્પાદન વધારે છે. બધો પાક એકસાથે આવ્યો છે. તેનું સ્ટોરેજ નહિ થતા પુરવઠો વધી ગયો છે. જેથી ભાવ નીચા ગયા છે. ખેડૂતને પૂરતા ભાવ મળે અને સામે ગ્રાહકોને પણ ઉંચા પૈસા ન ચૂકવવા પડે તે માટે સરકારે ઓનિયન પોલિસી બનાવવી જોઈએ. આ અંગે સરકારને રજૂઆત પણ કરી છે. હવે આ દિશામાં યોગ્ય નિર્ણય લેવો જરૂરી બન્યો છે.તેમ મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ જણાવે છે.

બુધવારે સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીની આવક અને તેનો ભાવ

યાર્ડડુંગળીની આવકભાવ (રૂ.)કિલોના
રાજકોટ1800002થી 10
ગોંડલ41006થી 9
જેતપુર125003.5થી8
ધોરાજી1544007થી 8

નોંધ : આવક અને ભાવ કિલોમાં છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow