'ખેતર કઠણ પડ્યા છે, પૈસા વગર જમીન ખેડયા વગરની પડી છે.!'

'ખેતર કઠણ પડ્યા છે, પૈસા વગર જમીન ખેડયા વગરની પડી છે.!'

મોરબી જિલ્લાના બે તાલુકામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જેને લઈને સરકાર દ્વારા પાક નુકસાન બદલ ખેડૂતોને કૃષિ સહાય જાહેર કરવામાં આવી હતી. પરંતું હજુ પણ ખેડૂતોને સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી કૃષિ સહાયની રકમ મળી નથી.  

જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આથી તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે વરસાદી પાણી ભરાતા અને સતત વરસાદ પડવાને કારણે ખેતરમાં કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યો હતો. તેથી પાક નિષ્ફળ ગયો હતો.  

5,000 થી વધુ ખેડૂતોને સહાયની માંગ
મોરબી જિલ્લાના બે તાલુકામાં ભારે વરસાદના કારણે કૃષિ સહાય જાહેર કરવામા આવી હતી. ગત ચોમાસામાં મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો જેથી ખેતરમાંથી એક પણ રૂપિયાની ઉપજ નીપજ મળેલ નથી. આ તાલુકામાંથી જે ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી અને તેને સરકારના નિયમ મુજબ વધુમાં વધુ બે એકર સુધી 13,600 સરકારી સહાય ચૂકવવાની થાય છે જોકે મોરબી જિલ્લામાંથી કુલ મળીને 22,130 જેટલા ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી જેમાંથી હજુ સુધી 17000 જેટલા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે અને 5,000 થી વધુ ખેડૂતોને આજની તારીખે સહાય જંખી રહ્યા છે.


બાકીના ખેડૂતોને કૃષિ સહાય ન મળતા ભારે મુશ્કેલી

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામના ખેડૂત જયસુખભાઈ અને બીજલભાઈએ જણાવ્યું કે સરકારે જાહેર કરેલ કૃષિ સહાયની રકમ મેળવવા માટે થઈને સરકારના નિયત સમયગાળા દરમિયાન અરજી કરી દીધી હતી તેમ છતાં પણ આજની તારીખે આ ગામના 125 થી 150 જેટલા ખેડૂતોને સરકારી સહાય મળી છે અને બાકીના 1000 કરતા વધુ ખેડૂતોને સહાય મળી નથી.


મોટા દહીસરા ગામના 1000થી વધુ ખેડૂતોને સહાય મળી નથી

મોરબી જિલ્લાના ખેતી અધિકારી ડો. હસમુખ જીંજુવાડિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હાલમાં સરકાર તરફથી ગ્રાન્ટ આવી નથી જેથી અમુક ખેડૂતોની રકમ ચૂકવવાની બાકી છે અને સરકાર તરફથી ગ્રાન્ટ આવશે એટલે તરત જ ખેડૂતોને રકમ ચૂકવવા છે. મોરબી જિલ્લાની અંદર 5000 કરતાં વધુ ખેડૂતોને કૃષિ સહાય ચૂકવવામાં આવી નથી જેથી કરીને ખેડૂતો દ્વારા સરકાર વહેલા વહેલી તકે તેઓને કૃષિ સહાયની રકમ આપે તો આગામી સમયમાં ખેતી પાક લેવા માટે ખેડૂતો કામ કરી શકશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow