મેઘરજમાં એક કરોડમાં બનેલી કેનાલનું અસ્તિત્વ જ ગાયબ! સ્થાનિક નેતા-સરકારી બાબુઓ પર ખેડૂતોનો ગંભીર આક્ષેપ

મેઘરજમાં એક કરોડમાં બનેલી કેનાલનું અસ્તિત્વ જ ગાયબ! સ્થાનિક નેતા-સરકારી બાબુઓ પર ખેડૂતોનો ગંભીર આક્ષેપ

મેઘરજ નજીકની સીમલેટી જળાશય યોજનામાં ભ્રષ્ટાચારની રાવ ઉઠતા ચકચાર મચી જવા પામી છે. લાખો રૂપિયા ખર્ચે બનેલા ડેમની કેનાલમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાને લઈને હાલ કેનાલનું અસ્તિત્વ જ ગાયબ થઇ ગયું હોય તેવી સ્થિતિ છે. 5 કિલોમીટરની કેનાલ બનાવાની યોજના હતી. જે માત્ર કાગળ પર બની હોય તેમ કેનાલનું નામનિશાન  જોવા મળતું નથી.

કેનાલનું નામોનિશાન ન જોવા મળતા ખેડૂતોમાં રોષ

મેઘરજના ભેમાપુર,ધનિવાડા, અજુના હીરોલા ગામની 265 એકર જમીન સંપાદિત કરી સીમલેટી ગામના તળાવ પર નાની સિંચાઈ યોજના અંતર્ગત એક જળાશય બંધ વર્ષ 1992 માં 16 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો,આ યોજના અમલમાં આવતા આસપાસના 15 થી વધુ ગામોના ખેડૂતો ને સિંચાઇની વ્યાપક પ્રમાણમાં સગવડ મળવાની આશા બંધાઈ હતી.પરંતુ સીમલેટી જળાશય અંતર્ગત રૂપિયા 1 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી કેનાલો માત્રને માત્ર કાગળ પરના વાઘ જેવી પુરવાર થઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આથી કેનાલ બનાવાના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થયાનો લોકો સ્થાનિક નેતા અને અધિકારીઓ પર આરોપ લગાવી રહ્યા છે. આ મામલે ખેડૂતોએ કેનાલની તપાસ કરવા સરકારને લેખિતમાં રજૂઆત પણ કરી છે.

1 કરોડના ખર્ચે બનેલી કેનાલ ગાયબ

સીમલેટી જળાશય યોજના અંતર્ગત બનાવવામાં આવેલી કેનાલનો વ્યાપ વધારવાની વાત તો દૂર  રહી પણ ક્યારેય સમારકામ,જાળવણી કે યોગ્ય દરકાર રાખવામાં ન આવતા આ કેંનાલ ભ્રષ્ટાચારની કેનાલ બની રહી છે.સ્થાનિકો પણ આ જળાશય યોજના વહીવટી તંત્ર અને કેટલાક ચોક્કસ રાજકીય નેતાઓની મિલીભગતથી ખેડૂતો માટે અગવડરૂપ બની રહી હોવાના આરોપ લગાવી રહ્યા છે.

સળગતા સવાલ

  • કેનાલના કામમાં કોણે ભ્રષ્ટાચાર કર્યો?
  • ભ્રષ્ટાચારીઓને કાયદાનો ભય કેમ નથી?
  • ભ્રષ્ટાચારીઓને કોણ છાવરી રહ્યું છે?
  • ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે?
  • ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત કોણ રાખવા માગે છે?
  • ખેડૂતોને પાણી જ નહીં મળે તો ખેતી કેવી રીતે કરશે?
  • ભ્રષ્ટાચારીઓ ક્યાં સુધી સરકારી તિજોરી ખાલી કરશે?

Read more

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ

રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા નિવૃત શિક્ષક સાથે ડિજિટલ

By Gujaratnow
સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા

સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા

રાજકોટ મહાનગરપાલિકાના 52મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'સચેત પરંપરા' ની બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ

By Gujaratnow