ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, ગુજકેટ પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ જાહેર

ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, ગુજકેટ પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ જાહેર

ગુજકેટની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 6થી 20 જાન્યુઆરી સુધી પરીક્ષા માટે ફોર્મ ભરી શકાશે.

ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર‌‌ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તા.6થી 20 જાન્યુઆરી સુધી પરીક્ષા માટે ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેવું નોટિફેકેશન બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ ,ડીગ્રી/ડીપ્લોમાં  ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન  પ્રવાહના  ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ) 2023 પરીક્ષા માટેની ઓન લાઈન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www. gseb.org પર મુકવામાં આવેલ છે.

અગાઉ પણ સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો હતો ‌‌અગાઉ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. JEE મેઇન્સ પરીક્ષા બાદ પણ પ્રિલિમ કસોટીની પરીક્ષા આપી શકે તેવો, તેમજ JEEના કારણે શાળાની પ્રિલિમ કસોટી ન આપી શકનાર વિદ્યાર્થીઓને તક અપાશે. તેમજ પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ ફરી જે તે વિષયની પરીક્ષા લેવામાં આવશે. 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન શાળા કક્ષાએ ફરી પરીક્ષા લેવાશે. JEE નાં કારણે પ્રિલીમ કસોટી ચૂકી જનાર વિદ્યાર્થીની ફરી પરીક્ષા આપી શકશે.

JEE મેઇન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા.‌‌JEE મેઇન્સ-ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખ એકસાથે હોવાથી વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતાં. શાળા કક્ષાએ લેવાતી પ્રિલીમ કસોટી 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. NTA દ્વારા JEE મેઈન્સ પરીક્ષા 24થી 31 જાન્યુઆરીએ યોજવાનું આયોજન છે. યુનિટ ટેસ્ટ પણ 19 જાન્યુઆરીએ લેવાની જાહેરાતથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતાં. JEE મેઈન્સ આપવી કે પ્રીલીમ પરીક્ષા આપવી તેને લઈ વિદ્યાર્થીઓની ચિંતાનો પારો હાઈ થયો હતો. જે  ચિંતા હવે દૂર થઈ છે.‌‌

Read more

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ

રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા નિવૃત શિક્ષક સાથે ડિજિટલ

By Gujaratnow
સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા

સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા

રાજકોટ મહાનગરપાલિકાના 52મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'સચેત પરંપરા' ની બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ

By Gujaratnow