ગેટ તોડી રિક્ષા સાથે એરપોર્ટમાં ઘૂસનાર ચાલકને જેલહવાલે કરાયો

ગેટ તોડી રિક્ષા સાથે એરપોર્ટમાં ઘૂસનાર ચાલકને જેલહવાલે કરાયો

રાજકોટ એરપોર્ટના વીઆઇપી ગેટ તોડી રિક્ષા સાથે રન વે સુધી પહોંચી જનાર રિક્ષાચાલકને જેલહવાલે કર્યો છે. રવિવારે બપોરે એક ઓટો રિક્ષા પૂરઝડપે ધસી આવી હતી અને એરપોર્ટની સુરક્ષામાં રહેલા સીઆઇએસએફના જવાનો કંઇ સમજે તે પહેલા જ રિક્ષા વીઆઇપીઓની અવરજવર માટે રાખવામાં આવેલા બે ગેટ તોડી રન વે સુધી પહોંચી ગયો હતો. આ જ સમયે બેંગ્લુરુથી ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી. ત્યારે કોઇ અજુગતું થાય તે પહેલા જ દોડી ગયેલા સીઆઇએસએફના જવાનોએ રિક્ષાચાલકને દબોચી લીધો હતો અને તેને એરપોર્ટની બહાર લઇ આવી ગાંધીગ્રામ પોલીસ હવાલે કર્યો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન રિક્ષાચાલક કિટીપરામાં રહેતો દીપક ચના જેઠવા હોવાનું જણાવ્યું હતું. જ્યારે તે ચિક્કાર દારૂના નશામાં હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. રિક્ષાચાલકને ઝડપી લીધા બાદ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી.કે. ક્રિશ્ચિયનની ફરિયાદ પરથી ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ, બેફિકરાઇથી વાહન ચલાવી માનવ જિંદગીને જોખમમાં મૂકવી, સરકારી મિલકતને નુકસાન કરવા બદલ તેમજ એરક્રાફ્ટની એક્ટ હેઠળ ગુનો નોંધી રિક્ષાચાલકની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ વિશેષ પૂછપરછ કરવા આરોપીને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે રિમાન્ડની માગણી નામંજૂર કરી જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow