ગરીબ બાળકીની કોણીનું ઓપરેશન નિ:શુલ્ક કરી તબીબે માનવતા દર્શાવી

ગરીબ બાળકીની કોણીનું ઓપરેશન નિ:શુલ્ક કરી તબીબે માનવતા દર્શાવી

ગોંડલ શહેરમાં પ્લાસ્ટિકનો કચરો અને ભંગાર વીણી પેટીયું રળતા પરિવારની પાંચ વર્ષની બાળાને કોણીમાં ગંભીર રીતે ફ્રેક્ચર થયું હતું અને જો તાબડતોબ તેણીનું ઓપરેશન ન થાય તો ગેંગરિન થઇ જવાની ભીતિ હતી. એવામાં આ ઘટનાની સેવાભાવી આગેવાનને જાણ થઇ અને તેમણે તરત જ તબીબને વાકેફ કરતાં તબીબે આ બાળકીનું ઓપરેશન કરી બાળાનો જીવ બચાવી માનવતા મહેકાવી હતી. ઝુંપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ સોરાલા પ્લાસ્ટિક અને ભંગાર વીણી ઘર ગુજરાન ચલાવે છે .તેની પાંચ વર્ષની બાળકી બંસી પડી જતા કોણીમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું.

ડાબા હાથની કોણીમાં ગંભીર ફ્રેક્ચર હતું
આ બાબતની જાણ શિવમ ટ્રસ્ટના પ્રમુખને થતા તેઓ તાકીદે ડોક્ટર વાડોદરિયાને સઘળી હકીકતની જાણ કરી હતી અને તેમણે ઇમર્જન્સીમાં બંસીનું ઓપરેશન કરી દીધું હતું. આ તકે તબીબે જણાવ્યું હતું કે બંસીના ડાબા હાથની કોણીમાં ગંભીર ફ્રેક્ચર હતું, જો તેને તાત્કાલિક ઓપરેશન કરવામાં ન આવે તો તેને ગેંગરિન શરૂ થઈ જવાની શક્યતા હતી. પરિણામે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર નિશુલ્ક ઓપરેશન કરી દેવાયું હતું.

વિલંબ કર્યા વગર નિશુલ્ક ઓપરેશન કરી દેવાયું
​​​​​​​શહેરમાં સમયાંતરે તબીબો નિ:શુલ્ક કેમ્પ યોજી લોકોને ઉપયોગી બની જ રહ્યા હોય છે અને આજે જ્યારે મેડિકલ સારવાર જ્યારે અતિશય મોંઘી બની ગઇ છે ત્યારે નાની એવી ઇજા કે ઓપરેશન પણ ભલભલાના ઘરના બજેટ વેર-વિખેર કરી નાખે છે ત્યારે ખાનગી હોસ્પિટલના આ તબીબે પળવારનો પણ વિચાર કર્યા વગર બાળકીને ગંભીર બીમારીમાંથી તો બચાવી જ લીધી, સાથે 40,000 થી વધુ ખર્ચ થઇ શકે તેવું ઓપરેશન નિ:શુલ્ક કરી દાખલો બેસાડ્યો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow