જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા દૂધના પેકેટ પર મતદાન જાગૃતિનો સંદેશ આપશે, બાંધકામ વિભાગ દ્વારા આચારસંહિતાનો કડક અમલ શરુ

જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા દૂધના પેકેટ પર મતદાન જાગૃતિનો સંદેશ આપશે, બાંધકામ વિભાગ દ્વારા આચારસંહિતાનો કડક અમલ શરુ

લોકશાહીનો અવસર એટલે ચૂંટણી અને મતદાન એ દરેક નાગરિકનો અધિકાર છે. નાગરિકો ચૂંટણી "અવસર"માં મતદાન કરે તે માટે ચૂંટણીતંત્ર દ્વારા જાગૃતિ પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે હવે રાજકોટ જિલ્લામાં દૂધના પેકેટ પર 'અચૂક કરો મતદાન'ના સ્ટીકર સાથે મતદાન જાગૃતિનો સંદેશ અપાશે. આ ઉપરાંત રાજકોટ ડેરી અને દૂધ વિતરકો સાથે મળીને દૂધની સાથે ઘરે ઘરે મતદાન જાગૃતિના પેમ્ફલેટ પણ પહોંચાડવા આવશે.

200 મીટરની બહાર રાજકીય પક્ષ ટેબલ મૂકી શકશે નહીં‌‌નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં 1 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે રાજકીય પક્ષોની જેમ સરકારી વિભાગ દ્વારા પણ ચૂંટણીલક્ષી કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં બાંધકામ વિભાગ દ્વારા રસ્તા પર 100 મીટર અને 200 મીટરના લખાણ લખવામાં આવ્યા છે. ઇલેક્શન કમિશનના નિયમ મુજબ 200 મીટરની બહાર રાજકીય પક્ષ ટેબલ મૂકી શકશે નહીં.

વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, મતદારોને જાગૃત કરવા "અવસર રથ"ના માધ્યમથી પ્રયાસો કરવામાં આવ્યા છે. જ્યાં મતદાન ઓછું છે તેવા વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ આવે અને લોકો મતદાન માટે પ્રેરિત થાય તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાન માટે પ્રેરિત કરતા જાગૃતિ સંદેશાના પેમ્ફલેટ છપાવીને અખબારોના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે.

મતદાનની અપીલ કરતી કોલર ટ્યૂન વાગશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,રાજકોટ મહાનગર પાલિકાની ટેકસ શાખાના માધ્યમથી નાગરિકોને બલ્ક એસ.એમ.એસ. કરવામાં આવશે. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં જતી ટીપર વાનમાં સવારે 6થી 9 મતદાર જાગૃતિની ઓડિયો ક્લિપ વાગશે. ફોનમાં હવે મતદાનની અપીલ કરતી કોલર ટ્યૂન વગાડવાનું પણ આયોજન હાથ ધર્યું છે.

વીડિયો સંદેશનું જાગૃતિ અભિયાન
આ ઉપરાંત મહિલાઓને મતદાન માટે જાગૃત કરવા ગેસ સિલિન્ડર પર મતદાન જાગૃતિ સ્ટીકર લગાવવામાં આવ્યા છે. વયોવૃદ્ધ મતદારોનું મતદાન વધારવા દરેક વૃદ્ધાશ્રમનો સંપર્ક કરાઈ રહ્યો છે. થર્ડ જેન્ડર નાગરિકોને પણ જાગૃતિ અભિયાનમાં જોડવામાં આવ્યા છે અને તેઓ મતદાન માટે પ્રેરિત કરતા વીડિયો સંદેશનું જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.

‌                                                                       ‌

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow