વિદેશમાં સૌરાષ્ટ્રના જીરુંની માંગ વધી

વિદેશમાં સૌરાષ્ટ્રના જીરુંની માંગ વધી

સોમવારે ખૂલતી બજારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના યાર્ડમાં જીરુંના ભાવે રૂ. 8 હજારની સપાટી વટાવી હતી. જે અત્યાર સુધીનો સૌથી રેકોર્ડબ્રેક ભાવ છે. વેપારીઓના જણાવ્યાનુસાર જીરુંના ઉત્પાદન માટે મહત્ત્વના ગણાતા તુર્કી, સીરિયા અને ચાઈનામાં વાતાવરણ બગડતા ત્યાંનો પાક નિષ્ફળ ગયો છે. જેથી દેશ- વિદેશમાં સૌરાષ્ટ્રના જીરુંની ડિમાન્ડમાં વધારો થયો છે. ગત વર્ષનો સ્ટોક પણ ખલાસ છે. ડિમાન્ડ વધતા ભાવમાં ઉછાળો આવ્યો છે. સપ્તાહમાં મણે રૂ.1400નો વધારો થયો છે.

વધુમાં એક્સપોર્ટરના જણાવ્યાનુસાર ગત વર્ષે દેશભરમાં જીરુંનું ઉત્પાદન અંદાજિત 70 લાખ બોરીનું હતું. આ વખતે પણ પાક એટલો જ આવશે. એક અંદાજ મુજબ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીરુંની ખપત 80 લાખ બોરી સુધી રહેશે. સૌરાષ્ટ્રમાં પણ માર્ચમાં વરસાદ થયો છે. સામાન્ય રીતે આ સમયે નવી આવક થતી હોય છે. તેથી ખેતરમાં જે પાક હતો તે યાર્ડ સુધી પહોંચી ગયો હતો એટલે રાજસ્થાન જેટલું નુકસાન સૌરાષ્ટ્રના પાકમાં થયું નથી. એટલે જ સૌરાષ્ટ્રના જીરુંની ડિમાન્ડમાં વધારો થયો છે.

Read more

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા

By Gujaratnow
સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

ગુરુવારે ઉત્તરપશ્ચિમ સીરિયાના શહેર ઇદલિબમાં એક દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા. પીડિતોની ગણતરી

By Gujaratnow