દિલ્હી વટહુકમ બિલ પર આજે લોકસભામાં ચર્ચા થવાની શક્યતા

દિલ્હી વટહુકમ બિલ પર આજે લોકસભામાં ચર્ચા થવાની શક્યતા

સંસદના ચોમાસુ સત્રનો આજે (3 ઓગસ્ટ) 11મો દિવસ છે. દિલ્હી ઓર્ડિનન્સ બિલ પર લોકસભામાં ચર્ચા થઈ શકે છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પણ રજૂ કરવામાં આવશે.

વિપક્ષ ગઠબંધન I.N.D.I.A ​​​​​​ના સાંસદો સવારે 10 વાગ્યે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં મળશે અને ગૃહમાં વ્યૂહરચના પર ચર્ચા કરશે.

મણિપુર મુદ્દે ચર્ચાની માગણી સાથે વિપક્ષ છેલ્લા 10 દિવસથી ગૃહમાં હોબાળો મચાવી રહ્યો છે. બુધવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિપક્ષના વલણથી નારાજ થયા હતા.

તેમણે ગૃહમાં આવવા અને તેમની ખુરશી પર બેસવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે આંધ્ર પ્રદેશના રાજમપેટના સાંસદ પીવી મિધુન રેડ્ડીએ લોકસભાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ તરફ રાજ્યસભામાં વિપક્ષી દળોએ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ સાથે અધ્યક્ષ જગદીપ ધનખડને 58 નોટિસ રજૂ કરી હતી, જેને અધ્યક્ષે ફગાવી દીધી હતી.

ધનખડે કહ્યું કે તેઓ પીએમને ગૃહમાં આવવાની સૂચના આપી શકતા નથી. આના પર નારાજ વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મને મળ્યા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow