પાનનો ગલ્લો ચલાવતા મિત્રના પરિવારનું મોરબીમાં નિધન, રોકાતા નથી મિત્રોના આંસુ

મોરબી દુર્ઘટનામાં અનેક પરિવારમાં આક્રંદ છવાયો છે. રવિવારે બનેલી ગોઝારી ઘટનામાં અત્યાર સુધી લગભગ 135 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેવામાં મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે પાનનો ગલ્લો ધરાવતા હરેશભાઇ અમૃતીયાનું પણ નિધન થયું છે. તેમના નિધન બાદ હરેશભાઇના પરિજનો સાથે મિત્રોની આંખમાંથી આંસુ નથી સુકાતા. હરેશભાઈના મિત્રો પાનના ગલ્લા પર આવી હરેશભાઇને યાદ કરી રહ્યા છે.
મોરબીમાં રવિવારે બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે. મોરબીના નવા બસ સ્ટેન્ડની પાસે પાનનો ગલ્લો ચલાવતા હરેશભાઇ અમૃતીયા પણ રવિવારના દિવસે ઝુલતો બ્રિજ જોવા ગયા હતા. જ્યાં બ્રિજ પડતાં તેઓ પણ પાણીમાં પડ્યા બાદ તેમનું નિધન થયું છે. આ તરફ હવે તેમના પરિવાર સહિત મિત્રો પાનના ગલ્લા પર આવી હરેશભાઇને યાદ કરી રહ્યા છે. મોરબી દુર્ઘટનાએ હરેશભાઈનો જીવ લેતા મિત્રોની આંખમાંથી આંસુ સુકાતા નથી.