દરરોજ 8થી 10 ગૌવંશોના થતાં મોત- તંત્ર દ્વારા હળવાશથી લેવામાં આવી રહ્યું છે

દરરોજ 8થી 10 ગૌવંશોના થતાં મોત- તંત્ર દ્વારા હળવાશથી લેવામાં આવી રહ્યું છે

જામનગર શહેર અને જિલ્લામાં એક બાજુ કડકડતી ઠંડી અને ભારે પવને જનજીવનને પ્રભાવિત કર્યું છે ત્યારે શહેરની ભાગોળે આવેલા રણજીતસાગર રોડ પરના ગૌવંશ માટેના ઢોર ડબ્બામાં પકડાયેલા ગૌવંશોની હાલત કફોડી બની છે. અહીં ચિક્કાર ભરેલા ઢોર ડબ્બામાં સરેરાશ 8થી 10 ગૌવંશોનું દરરોજ મૃત્યુ થાય છે. તંત્ર દ્વારા હવે ગૌવંશને અન્ય જગ્યાએ ખસેડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ઢોર ડબ્બામાં સરેરાશ 8થી 10 ગૌવંશોનું દરરોજ મૃત્યુ થાય
જામનગર શહેરમાં એક બાજુ ઢોરનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે. ત્યારે તેને પકડવા માટે મહાપાલિકા પણ પોતાનાથી બનતી મહેનત કરી રહી છે. બે દિવસમાં 54 ઢોર પકડ્યા બાદ મહાપાલિકા ગૌવંશને રણજીતસાગર ખાતે ઢોર ડબ્બામાં મોકલી આપે છે. જ્યારે ગાયોને બેડેશ્વર ખાતેના ઢોર ડબ્બામાં મોકલી આપવામાં આવે છે. મોટાભાગે બેડેશ્વર ગાયો માટેનો ઢોર ડબ્બો ખાલી રહે છે. કારણ કે, ઢોર માલિકો ગાયો છોડાવી જાય છે પરંતુ ગૌવંશને છોડાવવા કોઈ આવતું નથી જેના કારણે ડબ્બામાં ભારે ગૌવંશોનો ભરાવો થઈ જાય છે.

ચિક્કાર ભરેલા ઢોર ડબ્બામાં પગ મૂકવાની જગ્યા નથી
‘દિવ્ય ભાસ્કર’ દ્વારા રણજીતસાગર ખાતે આવેલા ઢોર ડબ્બાની મુલાકાત લેવામાં આવી તો જાણવા મળ્યું કે, ચિક્કાર ભરેલા ઢોર ડબ્બામાં પગ મૂકવાની જગ્યા ન હતી. તેમજ 5થી 7 ગૌવંશના મૃતદેહો ત્યાં આજુબાજુ પડેલા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં દિવસમાં બે વખત 250-250 મણ ચારો આવે છે. જે આ ઢોર માટે અપૂરતો ગણાય છે. બીજુ ગૌવંશની લડાયક વૃત્તિના કારણે પણ તેઓ ઈજાગ્રસ્ત બને છે. દિવસમાં એક વખત ડોક્ટર પણ ઢોર ડબ્બાની મુલાકાતે આવે છે. હવે રહી રહીને તંત્ર દ્વારા ગૌવંશને અન્યત્ર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

એકબાજુ ચિકકાર ભરેલા ગૌવંશ તો બીજી બાજુ ગોવંશના મૃતદેહ ઢોર ડબ્બાની હાલત દર્શાવી રહ્યા છે

ગાયો છોડાવી જાય છે, પરંતુ ગૌવંશ માટે કોઈ આગળ નથી આવતું : મહાપાલિકા માટે ગૌવંશ માેટો પ્રશ્ન બની ગયો છે
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે તેમાં ગૌવંશ તેમજ ગાયોને પકડવામાં આવે છે. ગાયોને તો તેમના માલિકો ફટાફટ છોડાવી જાય છે તેમજ દંડ પણ ભરી દે છે. પરંતુ ગૌવંશને કોઈ છોડાવવા આવતું નથી અને જેના કારણે તેની સંખ્યા ઢોર ડબ્બામાં વધી જાય છે. ગૌવંશને તેના માલિકો પણ ખૂલ્લા મૂકી દે છે. જે મહાપાલિકા માટે મોટો પ્રશ્ન છે અને અમૂક સંસ્થાઓ સિવાય ગૌવંશને કોઈ સ્વીકારવા પણ તૈયાર થતું નથી.

ગૌવંશને અમદાવાદ ખસેડવામાં આવી રહ્યા છે: કંટ્રોલિંગ અધિકારી
રણજીતસાગર ખાતેના ઢોર ડબ્બામાં રાખવામાં આવેલા ગૌવંશોને દરરોજ સંખ્યા પ્રમાણે 12થી 13 કિલો ચારો આપવામાં આવે છે. તેમજ હાલ સંખ્યા વધી જતા તેમને અમદાવાદ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. 40 જેટલા ગૌવંશોને તો મોકલી પણ દેવામાં આવ્યા છે. બાકી શિયાળામાં નાના ગૌવંશનું મૃત્યુનું પ્રમાણ વધી જાય છે. > મુકેશ વરણવા, કંટ્રોલિંગ અધિકારી, ઢોર ડબ્બા, જામનગર.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow