Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
crime

પ્રેમલગ્ન કરનાર પુત્રીને ધમકીથી છૂટાછેડા માટે સહી કરાવી

Gujaratnow2 min read
પ્રેમલગ્ન કરનાર પુત્રીને ધમકીથી છૂટાછેડા માટે સહી કરાવી

પરિવારની વિરુદ્ધ જઇ પ્રેમલગ્ન કરનાર પરિણીતાને તેના માતા-પિતા સહિતનાઓએ સંતાનો સાથે ગોંધી રાખી બળજબરીથી છૂટાછેડાના કાગળોમાં સહી કરાવી ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. નવા થોરાળા મેઇન રોડ, ન્યૂ ક્રિષ્નાપાર્ક-2માં રહેતી જસ્મીન ઉર્ફે જેસ્મીન ધર્મેશ પરમાર નામની પરિણીતાએ ભોમેશ્વર વિસ્તારમાં આવેલી જાગૃતિ સોસાયટી-7માં રહેતા પિતા અલ્તાફભાઇ અલીભાઇ શેખ, માતા બિલ્કિશબેન, ભાઇ રાહિલ, માસી હમીદાબેન હનિફભાઇ મકવાણા, માસા નદીમભાઇ હનિફભાઇ મકવાણા, માસી યાસ્મિનબેન આફતાબભાઇ શેખ, માસા આફતાબભાઇ હમીદભાઇ શેખ, મામાનો દીકરો સરફરાઝ હબીબભાઇ કુરેશી અને સોહિલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ફરિયાદ મુજબ, તેને આઠ વર્ષ પૂર્વે પરિવારજનોની વિરુદ્ધ જઇ ધર્મેશ સાથે પ્રેમલગ્ન કર્યા છે. જે અંગેની તેમને લેખિતમાં જાણ પણ કરી હતી. પ્રેમ લગ્ન બાદ સંપર્ક કે સંબંધ ન હતો. લગ્નજીવન દરમિયાન સંતાનમાં પુત્ર, પુત્રી છે. દરમિયાન તા.8-10-2022ના રોજ પતિ સાથે બોલાચાલીનું મનદુ:ખ થતા પોતે સંતાનને લઇ માતા-પિતાને ત્યાં આવી હતી.

બનાવની ઘરમાં વાત કરતા તેમને હવે તારે ત્યાં જવાનું નથી, તેની સાથે છૂટાછેડા લઇ લેવાના છે. છૂટાછેડાની ના પાડતા પરિવારજનોએ પોતાને સંતાનો સાથે રૂમમાં પૂરી દીધી હતી. પાંચ દિવસ બાદ જૂનાગઢ માસીના ઘરે લઇ ગયા હતા. જ્યાં પોતાને છૂટાછેડા માટે દબાણ કરી બંને સંતાનો તારા પતિને સોંપી દેવા અને જો તેમ નહિ કરે તો તારા પતિ અને બાળકોને મારી નાખીશુંની ધમકી આપી માર મારી બળજબરીથી છૂટાછેડાના કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી. ત્યાર બાદ તા.20-10-2022ના કોર્ટમા લઇ જઇ​​​​​​​ છૂટાછેડાની કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ પોતાને જૂનાગઢ તેમજ રાજકોટમાં ગોંધી રાખી હતી.

Gujaratnow2 min read

Related News