સ્મશાન ગૃહ બન્યું નશેડીઓનો અડ્ડો, ગુજરાતનું આ મોટું શહેર નશાનું એપી સેન્ટર, માતા-પિતાએ ચેતવા જેવુ કેમ કે પોલીસ મૂંગી બેઠી

સ્મશાન ગૃહ બન્યું નશેડીઓનો અડ્ડો, ગુજરાતનું આ મોટું શહેર નશાનું એપી સેન્ટર, માતા-પિતાએ ચેતવા જેવુ કેમ કે પોલીસ મૂંગી બેઠી

નશાના દુષણએ સંસ્કારી નગરી વડોદરાને બરોબરનું બાનમાં લીધું હોય તેવી સ્થિતિ છે આ અંગેની વીડિયો પણ છાશવારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે માંજલપુર સ્મશાન ગૃહ બન્યું નશેડીઓ માટે અડ્ડો બન્યો છે. પોલીસની બેદરકારીના પાપે અહીં નશાખોરો પડ્યા પાથર્યા રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે વડોદરામાં કહેવાતી દારૂબંધીની મજાક ઉડાવાઈ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે.

પોલીસની આળશું વૃત્તિથી આવારાતત્વોને મોકલું મેદાન

વડોદરા નશાનું એપી સેન્ટર બની રહ્યું છે. માંજલપુર સ્મશાન ગૃહ બંધાણીઓ માટે નશો કરવા માટે સુરક્ષિત સ્થળ ગણાય રહયું છે અહીં દરરોજ બંધાણીઓ બેફામ નશો કરતા હોય તેવી લોકોમાંથી રાવ ઉઠી રહી છે છતાં સ્થાનિક પોલીસ કામગીરીના નામે હાથ ઘસતી હોવાથી આવારાતત્વોને મોકલું મેદાન મળી રહ્યું છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારમાં નશાના ઈન્જેક્શન અને નશીલા પદાર્થનું સેવનમાં પણ ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. જેથી પોલીસની નબળી કામગીરીને લઇ નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ લોક રોષ ને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અનેSOG પોલીસ અને માંજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

4 દિવસ અગાઉ વીડિયો થયો હતો વાયરલ

વડોદરામાં બેફામ રીતે ઇન્જેક્શનનો મારફતે નશો કરવામાં આવતો હોવાની ઉઠતી રાવ વચ્ચે ચાર દિવસ અગાઉ એક ફ્લેટની નીચે નશાખોર હાથમાં ઇન્જેક્શન જેતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ફરી એકવાર ડ્રગ એડિકટ તત્વો સક્રિય થયા હોવાનું સામે આવ્યું છે. 5 માસ અગાઉ જયાથી ડ્રગ્સના ઓવર ડોઝથી જે ડ્રગ એડિકટ વિવેક કરણનું મોત નીપજ્યું હતું તે વિસ્તાર સમા-નિઝામપુરા રોડનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક ફ્લેટની બેખોફ નશાખોર નશાનું ઇન્જેક્શન લઈ રહ્યો હતો. જેને લઈને પોલીસના અસ્તિત્વ અને કામગીરી સામે પણ લોકોમાં સવાલો ઉભા થયા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow