દેશની નિકાસ 12.7 % ઘટી $34.66 અબજ

દેશની નિકાસ 12.7 % ઘટી $34.66 અબજ

દેશમાંથી ખાસ કરીને યુરોપ અને યુએસના દેશમાં નબળી માંગને કારણે સતત ત્રીજા મહિને નિકાસ ઘટી છે. નિકાસ 12.7 ટકા ઘટીને $34.66 અબજ નોંધાઇ છે. દેશની વેપાર ખાધ પણ 20 મહિનાના તળિયે $15.24 અબજ નોંધાઇ છે. દેશની આયાત પણ સતત પાંચમા મહિને ઘટતા 14 ટકા ઘટીને $49.9 અબજ નોંધાઇ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન $58.06 અબજ નોંધાઇ હતી. કોમોડિટીની કિંમતમાં ઘટાડો તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી જેવી પ્રોડક્ટ્સની માંગ ઘટવાને કારણે આયાત ઘટી છે.

દેશમાંથી નિકાસમાં માત્ર 11 સેક્ટર્સમાં વૃદ્ધિ જોવા મળી હતી અને આયાતમાં 30 મુખ્ય સેક્ટર્સમાંથી 23 સેક્ટર્સમાં આયાતમાં ઘટાડો થયો હતો. ઇલેક્ટ્રોનિક ગૂડ્સની નિકાસ 26.49 ટકા વધીને $2.11 અબજ નોંધાઇ હતી. દેશની સેવા નિકાસનું મજબૂત પ્રદર્શન રહ્યું હતું. સેવા નિકાસ 27.86 ટકા વધીને $325.44 અબજ રહી હતી. જ્યારે આયાત 22.54 ટકા વધીને $180 અબજ રહી હતી.

દેશની યુએસ ખાતેની નિકાસ 17.16 ટકા ઘટીને $5.9 અબજ રહી છે. જ્યારે યુએઇ ખાતેની નિકાસ પણ 22 ટકા ઘટીને $2.23 અબજ જોવા મળી છે.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow