રાજકોટ યુનિવર્સિટીના કરાર આધારિત 77 અધ્યાપકોનો કોન્ટ્રાક્ટ પૂરો

રાજકોટ યુનિવર્સિટીના કરાર આધારિત 77 અધ્યાપકોનો કોન્ટ્રાક્ટ પૂરો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા 77 અધ્યાપકોએ ગયા વર્ષે 11 માસના કરાર પર ભરતી કરવામાં આવી હતી જેનો કરાર તારીખ 14 મેના રોજ પૂર્ણ થઇ ગયો છે. જોકે હાલ તો યુનિવર્સિટીમાં વેકેશનનો માહોલ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડવાની નથી, પરંતુ યુનિવર્સિટી તંત્રએ આ કરાર આધારિત પ્રોફેસરોના ફરીથી ઈન્ટરવ્યૂ કરીને 11 માસના કરાર પર ભરતી પ્રક્રિયા કરવાની સરકારમાં મંજૂરી માગી છે.

સરકારમાંથી આ બાબતે મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં ફરી કરાર આધારિત પ્રોફેસરોની ભરતીના ઈન્ટરવ્યૂ યોજવામાં આવશે. યુનિવર્સિટીએ હાલ કેટલા અધ્યાપકો નિવૃત્ત થયા છે કે થવાના છે, કયા ભવનમાં કેટલી ટીચિંગની જગ્યા ખાલી છે તેની વિગતો સરકારમાં મોકલી છે.

જુદા જુદા ભવનમાં ગયા વર્ષે જે પ્રોફેસરો કરાર આધારિત પસંદગી પામ્યા હતા તેમાંથી કેટલાક તાજેતરમાં જ કરવામાં આવેલી આસિસ્ટન્ટ પ્રોફેસરની કાયમી ભરતીમાં પસંદગી પામ્યા છે. આથી હવે બાકીની ખાલી પડેલી જગ્યા ઉપર આગામી દિવસમાં ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરવા માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ સરકારમાં કાગળ લખી મંજૂરી માગી છે. ગત વર્ષે યુનિવર્સિટીમાં જુદા જુદા ભવનમાં કરાર આધારિત પ્રોફેસરોના ઈન્ટરવ્યૂ યોજી ભરતી કરવામાં આવી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow