બાળક કોઠીમાં ઉતર્યો, ઢાંકણું બંધ થઈ જતાં મોત

બાળક કોઠીમાં ઉતર્યો, ઢાંકણું બંધ થઈ જતાં મોત

મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતું દંપતી શનિવારે સવારે પોતાના એકના એક પુત્રને ઘરે મૂકીને કામ પર ગયું હતું, મહિલા સાંજે ઘરે પરત આવી ત્યારે વહાલસોયો જોવા નહીં મળતાં તેની શોધખોળ શરૂ કરી હતી અને અંતે પોલીસમાં જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, બાળકે કેવા રંગના કપડાં પહેર્યા હતા તે જોવા માટે માતાએ ઘઉંની કોઠીનું ઢાંકણ ખોલતાં જ પુત્રનો મૃતદેહ તેમાંથી મળી આવ્યો હતો.

માતા પિતા સવારે કામ પર ગયા હતા
ચુનારાવાડ પાસેના શિવાજીનગરમાં રહેતા જયેશભાઇ બારૈયા અને તેના પત્ની ઉષાબેન બારૈયા શુક્રવારે સવારે કામ પર ગયા હતા, તેમનો નવ વર્ષનો પુત્ર મીત બીમાર હોવાથી તે શાળાએ ગયો નહોતો અને ઘરે રોકાયો હતો જ્યારે ચાર વર્ષની પુત્રી બંસીને જયાબેન તેના માતાના ઘરે મૂકી ગયા હતા, સાંજે સાડાચાર વાગ્યે ઉષાબેન કામ પરથી ઘરે આવ્યા ત્યારે પુત્ર મીત જોવા નહીં મળતાં તેમણે પાડોશમાં રહેતા જેઠ દીપકભાઇના ઘરે તપાસ કરતાં ભત્રીજી અર્ચનાએ કહ્યું હતું કે, ચાર વાગ્યે મીતને ઘર નજીક રમતા જોયો હતો, પુત્ર લાપતા થયાની જયેશભાઇને જાણ કરાતા તેઓ પણ ઘરે પહોંચી ગયા હતા અને બારૈયા પરિવારે પરિવારજનો અને સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી તેમજ કુવાડવા સુધી રૂબરૂ જઇ પુત્રની શોધખોળ કરવા છતાં તેનો પત્તો નહીં લાગતા અંતે મીત ગુમ થયા અંગેની થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow