કેન્દ્ર સરકારે એક મોટી યોજનાને આપી મંજૂરી, 8 લાખ પરિવારોને મફતમાં મળશે આ સુવિધા

કેન્દ્ર સરકારે એક મોટી યોજનાને આપી મંજૂરી, 8 લાખ પરિવારોને મફતમાં મળશે આ સુવિધા

વર્ષના આગમન સાથે જ કેન્દ્ર સરકારે જનતાને નવી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હવે તમે બધા મફતમાં ટીવી જોઈ શકો છો. કેન્દ્રીય કેબિનેટે બુધવારે 2,539.61 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક ડેવલપમેન્ટ સ્કીમ સંબંધિત માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ યોજના દ્વારા સરકારે અંતરિયાળ, આદિવાસી અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને આઠ લાખથી વધુ ડીડી ફ્રી સેટ-ટોપ બોક્સનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.  

ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શને આધુનિક બનાવવા 2,539 કરોડની ફાળવણી
પ્રસાર ભારતી – ઓલ ઇન્ડિયા રેડિયો (એઆઇઆર) અને દૂરદર્શન (ડીડી) એમ બે મહત્ત્વપૂર્ણ પ્રસારણ વિભાગોને સુધારવા અને આધુનિક બનાવવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 સુધીમાં આ હેતુ માટે રૂ.2,539.61 કરોડની ફાળવણી કરી છે.માધ્યમ છે.

કોને લાભ મળશે
અંતરિયાળ અને બોર્ડર એરિયામાં રહેતા લોકોને મફતમાં સેટ ટોપ બોક્ષ મળશે એટલે કે તેઓ મફતમાં ટીવી ચેનલો જોઈ શકશે. હાલમાં દૂરદર્શન 28 રિજનલ ચેનલ સહિત 36 ટીવી ચેનલ ચલાવે છે તો ઓલ ઇન્ડિયા રેડિયો 500 થી વધુ પ્રસારણ કેન્દ્રોનું સંચાલન કરે છે. આ યોજનાથી દેશમાં એઆઈઆર એફએમ ટ્રાન્સમિટર્સનો વ્યાપ ભૌગોલિક વિસ્તાર દ્વારા 66 ટકા અને વસતીના હિસાબે 80 ટકા થઈ જશે, જે અનુક્રમે 59 ટકા અને 68 ટકા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow