અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટાયર ફાટતાં કાર ઊંધી થઈ ગઇ

અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટાયર ફાટતાં કાર ઊંધી થઈ ગઇ

નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે જાણે મોતનો હાઈવે ન બન્યો હોય તેમ એક બાદ એક અકસ્માતો સામે આવી રહ્યા છે. આજે વહેલી પરોઢીયે અહીંયાથી પસાર થતી એક કારનું એકાએક ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો છે. આ કાર હાઈવે પર જ ઊંધી થઈ ગઈ હતી. આકસ્માતમા એકનુ સ્થળ પર મોત નિપજ્યું છે. જ્યારે 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.

મૃતક વ્યક્તિ અમદાવાદનો રહેવાસી

નડિયાદ ગ્રામ્ય પોલીસની હદમાંથી પસાર થતાં અમદાવાદ- વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર શુક્રવાર વહેલી સવારના રોજ કાર નંબર (GJ 10 DE 3946)નું એકાએક ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે આ કાર હાઈવેની વચ્ચોવચ્ચ ઊંધી થઈ ગઈ હતી. કારમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે એક વ્યક્તિ અલ્પેશભાઈ ભીમજીભાઈ દધાણીયાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. આકસ્માતની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક વ્યક્તિ અમદાવાદનો રહેવાસી હોવાનું જણાવ્યું છે.

નડિયાદ રૂરલ પોલીસે મધુભાઇ હરજીવનભાઇ સરડવાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ મધુભાઈ મોરબી ખાતે રહે છે અને તેઓના મિત્ર ચિરાગભાઇ ચીમનભા બાલ્ટા તથા વિશાલભાઇ હેમંતભાઇ ગોધાણીની વર્ના ગાડી લઇને અમો અમદાવાદના ગોતા ચોકડી ICB ફ્લોર એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશભાઈ ભીમજીભાઇ દઢાણીયાના ઘરે આવેલા અને ત્યાંથી આ તમામ મિત્રો મુંબઈ ધંધા અર્થે ગત 14મી ડીસેમ્બરે નીકળ્યા હતા. જ્યાંથી પરત અમદાવાદ ફરતી વેળાએ આકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ હાઇવેના જોશીપુરા સીમ નજીક આ કારનું ડ્રાઇવર સાઇડનું આગળના વ્હીલનું ટાયર ફાટતા કાર આગળ જતા કોઈ ટ્રક સાથે અથડાઈ અને પલ્ટી મારી ગઈ હતી. આ ઘટનામાં વિશાલભાઇ હેમંતભાઇ ગોધાણી, ચિરાગભાઇ ચિમનભાઈ બાલ્ટા તથા અન્ય એકને સામાન્ય ઇજા થયી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow