GSTના સોફ્ટવેરમાં નામ નખાતા જ હવે બોગસ પેઢી પકડાઈ જશે

GSTના સોફ્ટવેરમાં નામ નખાતા જ હવે બોગસ પેઢી પકડાઈ જશે

સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)એ 245 પાંનાની એક માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં ખાસ પ્રકારના 15 ફોર્મેટ આપવામાં આવ્યા છે. આ ફોર્મેટમાં કરદાતા અને પેઢીના ડેટા ભરતા જ પેઢીઓ બોગસ છે કે નહીં તેની જાણકારી અધિકારીઓને મળી જાય છે. આ ફોર્મેટમાં સૌથી મહત્વનું પેઢીનું નામ છે. જેમાં નામ અને તેણે લીધેલી આઇટીસી ચેક થતાની સાથે જ તે પેઢી પોઝિટિવ અથવા નેગેટિવ લિસ્ટમાં જતું રહે છે.

ગુનો કરતા વ્યક્તિ કોઇને કોઇ ભૂલ જરૂર કરતી હોય છે. જેના આધારે તેના કૌભાંડ બહાર આવતા હોય છે. જીએસટી લાગું થયું ત્યારથી અત્યાર સુધીમાં મળી આવેલા કૌભાંડીઓના ડેટા અને તેમના દ્વારા કરવામાં આવેલી મોડસ ઓપરેન્ડીની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

આ તમામ કેસમાં કેટલાક તથ્યોમાં સામ્યતા જણાઇ આવી હતી. જેના આધારે અધિકારીઓએ 15 જેટલા ફોર્મેટ તૈયાર કર્યા હતા. આ ફોર્મેટ તપાસ અધિકારીઓ માટે ખૂબ મહત્વની બની ગઇ છે. જીએસટીના સૂત્રોએ જણાવ્યું કે, જ્યારે પણ કોઇ બોગસ પેઢી બનાવે છે ત્યારે તે સામાન્ય નામ કરતા અલગ નામ રાખે છે. જેમાં ટ્રેડર્સ, સેલ, એન્ટરપ્રાઇઝ, ઇમ્પેક્સ, એક્ઝિમ, ટ્રેડ જેવા નામ રાખી પોતાની ઓળખ છુપાવે છે.

પેઢીના નામ-આઇટીસી પર ખાસ તપાસ પાંચ વર્ષના અનુભવના આધારે 15 ફોર્મેટમાં જે તારણો તૈયાર કરાયા છે તેમાં મહત્વનું પેઢીનું નામ અને કરદાતાએ લીધેલી આઇટીસી જોવાય છે. આવી પેઢીઓના નામ ડેટામાં નાખતા જ તેને પકડી પાડવામાં આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow