ગોંડલના ભુણાવામાં કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી

ગોંડલના ભુણાવામાં કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી

ગોંડલ તાલુકાના ભુણાવા ગામની સીમનાં કૂવામાં અજાણ્યા યુવકની લાશ તરતી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ અને પાલિકાના તરવૈયાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશને કૂવામાંથી બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.

આ યુવકની લાશ એટલી હદે કોહવાઇ ગઇ છે કે ઓળખ માટે પોલીસને મહેનત કરવી પડે તેવી સ્થિતિ છે. બીજી તરફ પોલીસે યુવકની હત્યા થઇ છે કે આત્મહત્યા? તેમજ ઓળખ સહિતના મુદે તપાસ આરંભી છે. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના ભુણાવા ગામના સીમ વિસ્તારમાં આવેલી નરશીભાઈ જસમતભાઈ પટેલના વાડીનાં કૂવામાં અજાણ્યા યુવકની લાશ તરતી હોવાની જાણ થતા પોલીસ અને તરવૈયાઓએ સ્થળ પર પહોંચી કૂવામાંથી અજાણ્યા યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવાનનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોય પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ ફોરેન્સિક પી.એમ.માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow