મોજ નદીના ચેકડેમમાંથી યુવાનની લાશ મળી

ઉપલેટાના મોજ નદીના ચેક ડેમમાંથી નેપાળી યુવાનની લાશ મળતાં તાલુકા પોલીસે દોડી જઇને ઓળખ મેળવવા સહિતની તપાસ આરંભી છે અને તપાસમાં આ યુવાન નેપાળી હોવાનું ખુલતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
ઉપલેટાના ધોરાજી દરવાજા પાસે આવેલા અને મોજ નદીના ચેક ડેમમાં લાશ તરતી હોવાનું જાહેર થતાં ઉપલેટાના પી.આઈ કે.કે. જાડેજા તરવૈયાઓને લઇને ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા અને લાશને બહાર કાઢી પીએમ માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વધુ તપાસમાં ખુલવા પામ્યું હતું કે આ યુવાન ઉપલેટાના વિક્રમ ચોકમાં રહેતા નેપાળી રામસિંહ પદમસિંહ રાવલ ઉંમર વર્ષ 44 છે. પોલીસે આ ઘટના આપઘાતની છે કે અકસ્માતની એ સહિતની વિગતોની તલસ્પર્શી તપાસ આરંભી છે.