Thyroid થવા પર શરીર આપે છે આવા સંકેત! અવગણવાની ના કરતા ભૂલ, નહીં તો બાદમાં પસ્તાશો

ભારત સહિત સમગ્ર વિશ્વમાં થાઈરોઈડની સમસ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં આપણે આ રોગને લઈને સાવધાન રહેવું જોઈએ. સામાન્ય રીતે વજનમાં વધારો અને હોર્મોન્સમાં અસંતુલનને કારણે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આપણી ગરદન પાસે એક ગ્રંથિ હોય છે જ્યાં હોર્મોન્સ ઉત્પન્ન થાય છે.
આના કારણે બે પ્રકારની સમસ્યાઓ થાય છે. જેને હાઇપરથાઇરોડિઝમ અને હાઇપોથાઇરોડિઝ્મ કહેવામાં આવે છે. એટલે કે થાઇરોઇડનું ઓછુ કે વધારે હોવું. બંને મેડિકલ કંડીશન સારી માનવામાં આવતી નથી. આવો જાણીએ આ ખતરાને કેવી રીતે ઓળખવો.

થાઇરોઇડના લક્ષણો
- વાળ ખરવા અથવા પાતળા થવા
- સારી ઊંઘ ન આવવી
- નર્વસનેસ અને ચીડિયાપણું
- પુષ્કળ પરસેવો
- સ્ત્રીઓના પીરિયડ્સમાં અનિયમિતતા
- હાથ પગ ધ્રૂજવા
- ઝડપી હૃદયના ધબકારા
- ભૂખમાં વધારો
- વજનમાં ઘટાડો
- સ્નાયુઓમાં દુખાવો અને નબળાઇ
થાઈરોઈડથી બચવા ખાઓ આ ફૂડ્સ

નારિયેળ
થાઈરોઈડના દર્દીઓ માટે નારિયેળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. જેના કારણે અન્ય ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

આયોડિન
જે લોકો થાઈરોઈડથી પરેશાન છે તેમણે તેમના રોજિંદા આહારમાં આયોડિનનો સમાવેશ કરવો જોઈએ. જો તમે આવું કરશો તો થાયરોઈડ ગ્લેંડથી થતી ખરાબ અસરને રોકી શકાય છે.

આમળા
આમળા ભલે અનેક રોગો માટે રામબાણ છે. પરંતુ તે થાઈરોઈડને પણ ઘટાડી શકે છે. જો તમે ઈચ્છો તો આમળાનો રસ, તેનો પાઉડર કે તેનું શાક બનાવીને સેવન કરી શકો છો.
.jpg)
મિલ્ક પ્રોડક્ટ્સ
દૂધ પોતાનામાં એક કમ્પ્લેટ ખોરાક છે કારણ કે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને કેલ્શિયમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે થાઈરોઈડના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.