ચાલુ વર્ષમાં ફરી સૌથી મોટું રાશિ પરિવર્તન, શનિદેવ કુંભ રાશિમાં કરશે ગોચર, ભૂલથી ન કરતાં આ કામો, જાણો અસર

ચાલુ વર્ષમાં ફરી સૌથી મોટું રાશિ પરિવર્તન, શનિદેવ કુંભ રાશિમાં કરશે ગોચર, ભૂલથી ન કરતાં આ કામો, જાણો અસર

17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં ગોચર કરશે

17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં ગોચર કરશે. શનિના આ રાશિ પરિવર્તનથી ધન રાશિના જાતકોને સાડાસાતીમાંથી મુક્તિ મળશે. અત્યારે શનિ મકર રાશિમાં છે અને 17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહને સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ માનવામાં આવે છે. શનિ તુલા રાશિમાં ઉચ્ચ અવસ્થામાં અને મેષ રાશિમાં નીચ અવસ્થામાં માનવામાં આવે છે. શનિ કર્મફળદાતા અને ન્યાયપ્રિય ગ્રહ માનવામાં આવે છે.

કઈ રાશિઓ પર રહેશે શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ?

હિન્દુ પંચાગ મુજબ, શનિ 17 જાન્યુઆરીએ મકર રાશિમાંથી નિકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એવામાં મકર, કુંભ અને મીન રાશિમાં શનિની સાડાસાતીનો પ્રભાવ જોવા મળશે. તો કુંભ રાશિમાં શનિના ગોચરથી મિથુન અને તુલા રાશિના જાતકોને ઢૈયામાંથી મુક્તિ મળશે. આ સાથે કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર ઢૈયા શરૂ થશે.

શનિની સાડાસાતી અને ઢૈયાના ઉપાય

  1. શનિના દુષ્પ્રભાવને શાંત કરવા માટે શનિવારે વ્રત રાખવુ જોઈએ. કાળી અડદની દાળ અથવા સાત અનાજનુ શનિવારે દાન કરવુ જોઈએ. કાળા વસ્ત્રો પણ દાન કરી શકાય છે, શિવની ઉપાસના કરવી જોઈએ.
  2. જે લોકો પર શનિની સાડાસાતી અથવા ઢૈયા છે, તેમણે કોકિલા વન અથવા શનિધામની યાત્રા કરવી જોઈએ.
  3. શનિવારે જળમાં દૂધ મિક્સ કરીને પીપળાના ઝાડ પર અર્પણ કરો. આ સાથે પીપળા પર કાળા તલ અને ખાંડ મુકો.
  4. શનિ સંબંધિત વસ્તુઓ જેમકે તેલ, લોખંડ, કાળી મસૂર, કાળા બૂટ, કાળા તલ, કસ્તુરી વગેરેનુ દાન કરવાથી પણ રાહત મળે છે.
  5. જ્યારે કોઈ શનિવારના દિવસે શ્રવણ નક્ષત્ર આવી રહ્યું હોય ત્યારે શમીના ઝાડ પર કાળા દોરામાં બાંધીને અભિમંત્રિત કરીને ધારણ કરવાથી પણ લાભ મળે છે.
  6. કોઈ પણ શનિવારથી શરૂ કરીને સતત 43 દિવસ સુધી હનુમાનજીના મંદિરમાં સિંદૂર, ચમેલીનુ તેલ, લાડુ અને એક નારિયેળ ચઢાવવુ જોઈએ. સુંદરકાંડનો પાઠ કર્યા બાદ હનુમાન ચાલીસા અને શ્રીહનુમાષ્ટકનો પાઠ કરવાથી પણ શનિથી મળતા દુ:ખ ઓછા થવા લાગે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow