જેતપુરના સુંદરવન પાર્ક પાસે ચાર રસ્તે દીવાલની આડશને હટાવાઇ

જેતપુરના સુંદરવન પાર્ક પાસે ચાર રસ્તે દીવાલની આડશને હટાવાઇ

જેતપુરના સુંદરવન પાર્ક વિસ્તારના લોકોને મુખ્ય રોડ પર જવા આડે લગત રોડ પર અન્ય પાર્કના બિલ્ડરે દીવાલ બનાવી લીધી હોય તે દૂર કરવાની અને રસ્તો ખુલ્લો કરવાની સ્થાનિકોની નગરપાલિકાને છેલ્લા ત્રણથી ચારથી રજૂઆત બાદ આજે નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે ચાર રસ્તા આડેની દીવાલ રૂપી આડશ બુલડોઝરથી ધરાશયી કરી રસ્તાઓ ખુલ્લા કર્યા હતાં.

જેતપુર શહેરના સરધારપુર રોડ પર સુંદરવન અને શિવ પાર્ક બંને સાથે આવેલા વિસ્તારો છે. આ વિસ્તારથી મુખ્ય રસ્તા પર જવા માટે ચાર રસ્તાઓ છે પરંતુ ચારેય રસ્તા મયુર પાર્ક સાથે જોડાયેલા હોય અને મયુર પાર્કના બિલ્ડરે લગત રોડ આડે દીવાલ બનાવી રોડ બંધ કરી દીધો હતો.

જેથી આ સુંદરવન અને શિવ પાર્કના રહેવાસીઓને અડધો કિમી અવાવરુ રસ્તા પર ફરીને મુખ્ય રસ્તા પર જવું પડતું. આ દિવાલ દૂર કરવા માટે સ્થાનિકોએ નગરપાલિકામાં છેલ્લા ચારેક વર્ષથી લેખીક મૌખિક રજૂઆત કરતાં હતાં.

પરંતુ સત્તાધીશો ફક્ત ઠાલા વચનો જ આપતા જેથી સ્થાનિક મહિલાઓ અઠવાડિયા પૂર્વે નગરપાલિકાને આ દબાણ દૂર કરી રસ્તાઓ ખુલ્લા મુકવા ઉગ્ર રજૂઆત કરીને જો નગરપાલિકા દૂર નહિ કરે તો અમો જાતે દૂર કરી નાંખીશું અને આ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતી બગડશે તેની જવાબદાર નગરપાલિકા રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow