સાવધાન! કિચનમાં નળમાંથી ટપકતુ પાણી લાવી શકે છે આર્થિક સમસ્યા, પરિવારના સભ્યો પડશે બિમાર

સાવધાન! કિચનમાં નળમાંથી ટપકતુ પાણી લાવી શકે છે આર્થિક સમસ્યા, પરિવારના સભ્યો પડશે બિમાર

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરેક ભાગને ખૂબ જ મહત્વપૂર્ણ દર્શાવવામાં આવ્યો છે. ઘરના ડ્રોઈંગ રૂમમાં બાથરૂમ અને કિચન સુધીના અમુક જરૂરી નિયમ જણાવવામાં આવ્યા છે. જો આ વાતો પર ધ્યાન ન આપવામાં આવે તો વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

દૈનિક જીવનમાં થતી ઘટનાઓને ઘણી વખત આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. પરંતુ ઘણી વખ આ ઘટનાઓ જ વ્યક્તિના ખરાબ સમયને આમંત્રણ આપે છે.

આ નાની વાતો પર આપો ખાસ ધ્યાન
વાસ્તુશાસ્ત્રમાં આ નાની-નાની બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ એવી વસ્તુઓ છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા કે આ વસ્તુઓ તમારા જીવનમાં દુ:ખનો પહાડ બની શકે છે.

આમાંથી એક છે રસોડામાં નળમાંથી ટપકવું. જી હા, ટપકતો નળ તમારુ ખિસ્સુ ખાલી કરી શકે છે અને ધીરે ધીરે તમારો ધનનો ખજાનો ખાલી થતો જાય છે. આવો જાણીએ આ અંગે વાસ્તુ નિષ્ણાતોનું શું કહેવું છે.

કિચનના નળ ટપકવાથી વધે છે સમસ્યાઓ
વાસ્તુ નિષ્ણાતો કહે છે કે જો તમારા ઘરમાં ક્યાંક નળ ટપકતો હોય તો સમજી લેવું કે આ ઘરમાં કારણ વગરના ખર્ચ કરાવી શકે છે. આમાં પણ જો રસોડાનો નળ ટપકે તો વધારે અશુભ માનવામાં આવે છે.

કહેવાય છે કે અગ્નિ રસોડામાં રહે છે. આવી સ્થિતિમાં પાણી ટપકવું એટલે અગ્નિ અને પાણી એક સાથે આવવા. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે આ બંનેના એક સાથે આવવાના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ખાલી થઈ શકે છે ખિસ્સુ
કહેવાય છે કે રસોડાના નળમાંથી પાણી ટપકવાથી ઘરમાં અનેક પ્રકારના નુકસાન થાય છે. જેના કારણે પરિવારના સભ્યોને અનેક પ્રકારના નુકસાનનો સામનો કરવો પડે છે. દાખલા તરીકે, કુટુંબનો કોઈ સભ્ય વારંવાર બીમાર પડે છે. ધંધામાં ભારે નુકસાન અને ઘરમાં કંઈક વસ્તુ તોડ-ફોડમાં વધારે પૈસા જાય છે.

વરુણ દેવ થઈ શકે છે નારાજ
એવું કહેવાય છે કે જો કોઈ કારણ વગર ઘરમાં પાણી વહેતું હોય તો તેનાથી ઘરમાં ખામી સર્જાય છે અને નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોય, તો તેને જલદીથી ઠીક કરો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow