દેશના 16 શહેરોમાં ડિસેમ્બરમાં સરેરાશ લઘુતમ તાપમાન 11 ડિગ્રી સે.

આખરે ઠંડીની શરૂઆત થઇ જ ગઇ, પરંતુ આ વખતે ઠંડીની શરૂઆતમાં વિલંબ થયો છે. હકીકતમાં દેશમાં ઠંડીનાં ત્રણ તબક્કા હોય છે, પ્રી-પીક વિન્ટર (20 નવેમ્બરથી 20 ડિસેમ્બર), પીક વિન્ટર (21મી ડિસેમ્બરથી 20મી જાન્યુઆરી) અને પોસ્ટ-પીક વિન્ટર (21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી). આ વખતે નવેમ્બરમાં દેશભરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા 0.34 ડિગ્રી, મહત્તમ તાપમાન 0.29 ડિગ્રી તેમજ સરેરાશ તાપમાન 0.31 ડિગ્રી રહ્યુ હતુ.
ડિસેમ્બરનાં 26 દિવસમાંથી 23 દિવસ દેશમાં સરેરાશ લઘુતમ તાપમાન 24 ડિગ્રી રહ્યં હતુ. આ મહિને મહત્તમ સરેરાશ તાપમાન પણ 28 ડિગ્રીથી નીચે આવ્યુ ન હતુ. 14 દિવસ સરેરાશ કરતા વધારે તાપમાન નોંધાયુ હતુ. દિવસમાં પારો 2-7 ડિગ્રી સુધી વધારે રહ્યો હતો. દિલ્હીમાં 25મી ડિસેમ્બરે આ સિઝનની સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી. એ દિવસે લઘુત્તમ તાપમાન છ ડિગ્રી રહ્યુ હતુ. જો કે મહત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયુ હતુ. જે સામાન્ય કરતા વધારે હતુ.
બીજી બાજુ ડિસેમ્બરમાં દેશનાં 16 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહ્યુ હતુ. આ શહેર છે. નવી દિલ્હી, જયપુર. ભોપાલ, મુંબઇ, અમદાવાદ, રાંચી, પટણા, રાયપુર, ચંદીગઢ, ભુવનેશ્વર, કોલક્તા, દેહરાદુન, શ્રીનગર, બેંગ્લુરુ, લખનૌ અને ચૈન્નાઇ.