વિષ્ણુજી સાથે જ શ્રીકૃષ્ણ અને સૂર્યદેવના પૂજનનો શુભ યોગ, સૂર્ય પૂજાથી કુંડળીના દોષ દૂર થાય છે

વિષ્ણુજી સાથે જ શ્રીકૃષ્ણ અને સૂર્યદેવના પૂજનનો શુભ યોગ, સૂર્ય પૂજાથી કુંડળીના દોષ દૂર થાય છે

રવિવાર, 20 નવેમ્બરે કારતક મહિનાના વદ પક્ષની એકાદશી છે. આ એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. ઉત્પન્ના એકાદશી અને રવિવારનો યોગ હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. આ મહિનામાં શ્રીકૃષ્ણની, એકાદશીના દિવસે વિષ્ણુજી અને રવિવારે સૂર્યની ખાસ પૂજા કરવામાં આવે છે. 20 નવેમ્બરે આ ત્રણેય દેવતાઓ માટે પૂજાપાઠ ચોક્કસ કરવા જોઈએ. ધ્યાન રાખો ધર્મ-કર્મની શરૂઆત ગણેશ પૂજા સાથે કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ એકાદશી અંગે માન્યતા છે કે ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવતી પૂજાથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. જો કોઈ ખાસ ઇચ્છા માટે એકાદશી વ્રત અને વિષ્ણુ પૂજા કરવામાં આવે તો તેનાથી પણ સફળતા મળી શકે છે. એકાદશીએ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ, સ્નાન કર્યા પછી નદી કિનારે જ દાન-પુણ્ય કરવું.

સૂર્ય પૂજા કરવાથી કુંડળીના ગ્રહ દોષ દૂર થાય છે

  • કુંડળીમાં સૂર્યની સ્થિતિ ઠીક ન હોય તો રવિવારે સૂર્યદેવની ખાસ પૂજા કરો. સૂર્ય નવ ગ્રહોના રાજા છે, આ કારણે સૂર્ય પૂજા કરવાથી બધા નવ ગ્રહના દોષની અસર ઘટી શકે છે.
  • જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય તો તેને કોઈપણ કામમાં સરળતાથી સફળતા અને માન-સન્માન મળી શકતું નથી.
  • સૂર્ય ગ્રહના દોષને દૂર કરવા માટે સવાર-સવારમાં સૂર્ય પૂજા કરવી જોઈએ, સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. આ એકાદશીએ જરૂરિયાતમંદ લોકોને તાંબાના વાસણ અને પીળા ઊનના કપડાંનું દાન કરવું.
  • સ્કંદ પુરાણમાં એકાદશીનો ઉલ્લેખ
    હિંદું પંચાંગમાં એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને જે વર્ષે અધિક માસ રહે છે, તે વર્ષમાં કુલ 26 એકાદશી આવે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં વર્ષભરની બધી એકાદશીઓનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.
  • ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવ પુત્ર યુધિષ્ઠિરને એકાદશી અંગે જાણકારી આપી હતી. જે ભક્ત એકાદશી વ્રત કરે છે, તેમને ભગવાન શ્રીહરિની કૃપા મળે છે. નકારાત્મક વિચાર દૂર થાય છે. અક્ષય પુણ્ય મળે છે. ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાયેલી રહે છે.
  • એકાદશીએ ભગવાન વિષ્ણુના મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુ સાથે જ દેવી લક્ષ્મીનો પણ અભિષેક કરો. બંને દેવી-દેવતાને પીળા વસ્ત અર્પણ કરો. ફૂલોથી શ્રૃંગાર કરો. તુલસીના પાન સાથે મીઠાઈ અને સિઝનલ ફળનો ભોગ ધરાવવો.
કાદશીએ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ, સ્નાન કર્યા પછી નદી કિનારે જ દાન-પુણ્ય કરવું

એકાદશીએ આ શુભ કામ પણ કરી શકો છો

  • એકાદશીએ શિવ પૂજા પણ કરવી જોઈએ. શિવલિંગ ઉપર જળ અને દૂધ ચઢાવવું. બીલીપાન, હાર-ફૂલ, ચંદનથી શ્રૃંગાર કરો. કોઈ મંદિરમાં શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો
  • બાળ ગોપાલનો અભિષેક કરો. તુલસી સાથે માખણ-મિસરીનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો.
  • હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow